ઉન ખાડી કિનારેથી રેલવેના રૂ. 10 લાખના અંડર ગ્રાઉન્ડ કેબલની ચોરી

0

[ad_1]

Updated: Jan 19th, 2023

– દિલ્હી-મુંબઇ રેલવે લાઇનના અંડર ગ્રાઉન્ડ સિગ્નલીંગ કેબલ નાંખવાનું કામ ચાલી રહ્યું છેઃ પેટા કોન્ટ્રાક ધરાવતી કંપનીએ ફરિયાદ નોંધાવી, ચોરનું પગેરૂ મેળવવામાં પોલીસને મહત્વની કડી મળી

સુરત
દિલ્હી-મુંબઇ રેલવે લાઇનના અંડર ગ્રાઉન્ડ સિગ્નલીંગ કેબલ નાંખવાના ચાલી રહેલા કામ અંતર્ગત ઉન ખાડી નજીકથી રૂ. 10 લાખના કેબલના 18 ડ્રમની ચોરી થતા સચિન પોલીસ દોડતી થઇ ગઇ હતી. જો કે ચોરી કરનારનું પગેરૂ મેળવવામાં પોલીસને મહત્વની કડી હાથ લાગી છે.
દિલ્હીથી મુંબઇ વચ્ચેની રેલવે લાઇનના અંડર ગ્રાઉન્ડ સિગ્નલીંગ કેબલ નાંખવાનું કામ ભારત સરકાર દ્વારા વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રાઇટ કોરીડોર કોર્પોરેશનન પાસે કરાવવામાં આવી રહ્યું છે. વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રાઇટ કોરીડોર કોર્પોરેશન દ્વારા એલ એન્ડ ટી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. એલ એન્ડ ટી કંપનીએ કતારગામની ગાયત્રી સોસાયટી-2 માં આવેલા ધર્મ એપાર્ટમેન્ટની વિન્ડસન એન્ટરપ્રાઇઝને પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. વિન્ડસન એન્ટરપ્રાઇઝ દ્વારા ગત 4 ડિસેમ્બરે એલ એન્ડ ટી કંપનીના ભરૂચના કુકવાડા ખાતેના સ્ટોરમાંથી 500 મીટરના લાકડાના 42 ડ્રમ મંગાવવામાં આવ્યા હતા. હાલમાં કેબલ નાંખવાનું કામ ભેસ્તાન રેલવે સ્ટેશનથી સચિન-પલસાણા ફ્લાય ઓવર બ્રિજ વચ્ચે ચાલી રહ્યું હોવાથી કેબલના ડ્રમ સચિન ઉમા કોલ્ડ સ્ટોરેજ નજીક ઉન ખાડીના કિનારે મુકવામાં આવ્યા હતા. જે પૈકી 24 ડ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ 18 ડ્રમ કિંમત રૂ. 10 લાખની મત્તાના ઉન ખાડી કિનારે હતા. જયાંથી અઠવાડીયા અગાઉ 18 ડ્રમની ચોરી થઇ ગયા હતા. જેથી વિન્ડસન એન્ટરપ્રાઇઝના માલિક અનંત ગુણવંત આંબલીયા (ઉ.વ. 28 રહે. અશોક નગર સોસાયટી, સિંગણપોર રોડ અને મૂળ. વડાળ, મહુવા, જી. ભાવનગર) એ સચિન પોલીસમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *