– શહેરના આનંદનગર ઉપરાંત દાઠા, બોટાદ અને મીંગલપુર ગામે પોલીસના દરોડા
– પોલીસે દરોડા દરમિયાન જુગારનું સાહિત્ય અને રોકડા રૂા. 36,800 થી વધુની મત્તા કબજે લીધી
ભાવનગર : પોલીસે ભાવનગર અને બોટાદ પંથકમાં અલગ-અલગ ચાર સ્થળે દરોડા પાડી જાહેરમાં જુગાર રમતાં ૧૩ ગેમ્બલરોને રોકડા રૂપિયા ૩૬,૮૦૦ તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી તમામ વિરૂદ્ધ જુગારધારાની કલમ અન્વયે ગુન્હો નોંધ્યો હતો.
જુગારના પ્રથમ દરોડાની વિગત એવી છે કે, ભાવનગર એલએલસીબીએ ગત મોડી રાત્રિના સુમારે બાતમીના આધારે શહેરના આનંદનગર વિમાના દવાખાના પાસે આવેલ મામાદેવના મંદિર નજીક સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં હાથકાપનો હારજીતનો જુગાર રમતા ભરત વલ્લભભાઈ ડાભી (રહે.