– પાંચ વર્ષમાં ક્વોન્ટમ ક્લોકને લશ્કરી કામગીરીમાં સામેલ કરાશે
– ક્વોન્ટમ ક્લોકનો ઉપયોગ સેટેલાઇટ કમ્યુનિક્ેશનથી માંડી વિમાનના નેવિગેશન સુધીના કામોમાં થઇ શકશે
લંડન : યુકેની ધ ડિફેન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરી-ડીએસટીએલ-માં પ્રયોગાત્મક ક્વોન્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરી અભૂતપૂર્વ ચોકસાઇ ધરાવતી પરમાણુ ઘડિયાળ બનાવી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનો સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો. ગુરૂવારે નિવેદન જારી કરી સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે યુકેમાં આ પ્રકારનું પ્રથમ ઉપકરણ બનાવવામાં આવ્યું છે જેનો ઉપયોગ આગામી પાંચ વર્ષમાં લશ્કરી કામગીરીમાં થવા માંડશે. આ ક્વોન્ટમ ઘડિયાળની ચોકસાઇ એટલી બધી છે કે અબજો વર્ષે તેમાં એક સેકન્ડથી પણ ઓછો ફરક પડવાની સંભાવના છે.