સુરતમાં પઠાણ ફિલ્મનો વિરોધ યથાવત, 8 સામે ફરિયાદ દાખલ

0

[ad_1]

  • પઠાણ ફિલ્મની સ્ટેન્ડ, પોસ્ટર ફાડવામાં આવ્યા
  • રૂપાલી સિનેમાના કર્મીઓને ધમકાવ્યા
  • ગત સાંજનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સુરતમાં પઠાણ ફિલ્મનો વિરોધ યથાવત રહ્યો છે. જેમાં પઠાણ ફિલ્મની સ્ટેન્ડ, પોસ્ટર ફાડવામાં આવ્યા છે. તેમજ રૂપાલી સિનેમાના કર્મીઓને ધમકાવ્યા છે. તથા પઠાણ ફિલ્મનો વિરોધ કરનાર 8 સામે ફરિયાદ કરવામાં આવી છે. તેમજ રાંદેર પોલીસે સ્થળ પર પહોંચી કાબૂ મેળવ્યો હતો. તેમાં ગત સાંજનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આઠ લોકો સામે રાંદેર પોલીસે રાયોટિંગની ફરિયાદ કરી

શહેરમાં પઠાણ ફિલ્મની સ્ટેન્ડી, મોટા પોસ્ટર અને નાના પોસ્ટર ફાડવામાં આવ્યા છે. તેમાં રૂપાલી ટોકીઝના કર્મીઓને ધમકાવામાં આવ્યા છે. તેમજ રાંદેર રોડ ઉપર આવેલા સીનેમા હોલનો બનાવ બન્યો છે. તથા રાંદેર પોલીસે ઘટના સ્થળે પહોંચી પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો છે. જેમાં આઠ લોકો સામે રાંદેર પોલીસે રાયોટિંગની ફરિયાદમાં FIR કરી છે.

અગાઉ પણ વિરોધ થયો હતો
પઠાણ ફિલ્મનો વિરોધ સુરતમાં પણ સામે આવ્યો છે. સુરતમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સુરત કલેકટર હસ્તક મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ. તેમાં ગુજરાતમાં ફિલ્મ રીલીઝ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં મધ્યપ્રદેશની જેમ જ ગુજરાતમાં પણ પઠાણ ફિલ્મના રીલીઝ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

બેશરમ રંગ ગીતમાં ભગવા રંગ પરની અભદ્ર ટીપ્પણી
આ ઉપરાંત બેશરમ રંગ ગીતમાં ભગવા રંગ પરની અભદ્ર તેમજ અશ્લીલ ટીપ્પણીથી હિંદુ ધર્મની લાગણી દુભાઈ હોવાનું જણાવવામાં આવ્યું હતુ. તેમજ આવી ફિલ્મો બનાવનાર પ્રોડ્યુસર, નિર્દેશકો અને કલાકારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત જો સુરતમાં ફિલ્મ રીલીઝ થશે તો થીયેટરો પણ હિંદુ સમાજનો રોષનો ભોગ બનશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *