Image: Facebook
સુરત પાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજમાં બોઈઝ હોસ્ટેલ માં ચાલતી કેન્ટીન માં ભોજનની અનિયમિતતા અને ગુણવત્તા સામે અનેક ફરિયાદો બાદ ઈજારદારને કામગીરી સુધારવા માટે સુચના આપવામા આવી હતી. જોકે, પાલિકાની આ સૂચનાનું પાલન કરવાના બદલે ઈજારદારે કામગીરીમાં કોઈ સુધારો કર્યો ન હતો. આ ઉપરાંત ભાડુ- લાઈટ બિલ અને પેનલ્ટી સહિતની રકમ ભરવા માટે પણ પાલિકાએ તાકીદ કરી હતી તેનો પણ કોઈ જવાબ ન આવતાં હવે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.
સુરત પાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેન્ટીન ચલાવવામાં આવે છે.