ફરિયાદ બાદ પૂર્વ કચ્છ ખાણ ખનીજ ખાતાએ દરોડો પાડયો
પર્યાવરણની મંજૂરી ન હોવાથી લીઝ બંધ કરાઇ હોવા છતાં ખનન ચાલતું હતું ઃ એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
ગાંધીધામ: અંજાર તાલુકાનાં મોટી નાગલપર ગામે બેફામ ખનીજ ચોરી થતી હોવાની હાલમાં જ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદ સંદર્ભે પૂર્વ કચ્છ ખાણ ખનીજ ખાતા દ્વારા કાર્યવાહી કરાઇ હતી. જેમાં પર્યાવરણની મંજૂરી વગર ખલતી ખનન પ્રક્રિયા પર દરોડો પાડી એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી મોટી નાગલપરમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃતિઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.