ગુજરાતમાંથી પાટિલને પ્રમોશન કે પછી લોકસભા ચૂંટણી માટે સુકાન

0

[ad_1]

  • જે.પી.નડ્ડાના એક્સ્ટેન્શન બાદ ભાજપમાં અટકળો વહી
  • PM મોદીના કેબિનેટ વિસ્તરણ બાદ ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થશે
  • કેન્દ્રીય મંત્રીમંડળમાં તેમના સમાવેશની શક્યતા છે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને વધુ એક ટર્મ માટે એક્સટેન્શન મળ્યા બાદ ગુજરાત ભાજપમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને પ્રમોશન મળશે કે પછી લોકસભા- 2024ની ચૂંટણીનું સૂકાન સંભાળવા યથાવત રખાશે તેવી અટકળોનો દોર ચાલ્યો છે. દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીમાં મંગળવારે રાષ્ટ્રીય સંગઠનના અધ્યક્ષનું ચિત્ર સ્પષ્ટ થયુ છે. આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરી રહ્યાના અહેવાલો છે. આથી, કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ બાદ ગુજરાતમાં માત્ર સવા બે વર્ષના ટૂંકા ગાળામાં જ ભાજપને ઐતિહાસિક જીત માટે સંગઠન સ્તરે જેમનું નેતૃત્વ રહ્યુ છે તે પ્રદેશ અધ્યક્ષ પાટિલને મંત્રી તરીકે પ્રમોટ કરાય છે કે કેમ ? તેનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે. કોવિડ-19ની મહામારીની શરૂઆતમાં જૂલાઈ- 2020માં ભાજપ હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નવસારીના સાંસદ સી.આર.પાટીલની નિમણૂંક કરી હતી. તેમની ત્રણ વર્ષની મુદ્દત જૂલાઈ- 2023માં પૂર્ણ થાય છે. પરંતુ, વિતેલા સવા બે વર્ષમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષપદે રહેતા વિધાનસભાની 9 બેઠકો પર પેટાચૂંટણી, બાદમાં પાલિકા- પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, દૂધ સંઘો, માર્કેટયાર્ડ અને બેંકો જેવી સહકારી સંસ્થાઓ તેમજ છેલ્લે ડિસેમ્બર- 2022માં 15મી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે. આથી, કેન્દ્રીય મંત્રીમંડળમાં તેમના સમાવેશની શક્યતા છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *