સેરોગેસી બાદ લોકો કૂખ ભાડે લીધી હોવાના મહેણાં મારતા : પ્રિયંકા

0

[ad_1]

  • પ્રિયંકાએ સૌ પ્રથમ વાર સેરોગેસી અને દીકરીના જન્મ સમયે વેઠવી પડેલી મુશ્કેલીઓ વિશે દિલ ખોલીને વાત કરી
  • એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
  • દીકરી વિશે જ્યારે કોઈ ખોટી વાત કરે ત્યારે દુઃખ થાય છે

ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરાએ પોતાની દમદાર એક્ટિંગના દમ પર બોલિવૂડની સાથે હોલિવૂડમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી છે. તેની એક્ટિંગ અને સ્માર્ટનેસની દુનિયા દીવાની છે. એક્ટ્રેસ હાલ પોતાનું મધરહૂડ એન્જોય કરી રહી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાની સાથે જોડાયેલા ફોટોઝ અને વીડિયોઝ અવારનવાર શેર કરતી રહે છે. હાલમાં જ પ્રિયંકાએ પહેલીવાર પોતાની લાડલી સાથે એક ફોટોશૂટ કરાવ્યું છે. આ સાથે જ એક્ટ્રેસે ઇન્ટરવ્યૂ દરમિયાન માલતી મેરીના સરોગસી દ્વારા જન્મ વિશે ખૂલીને વાત કરી છે. પ્રિયંકા ચોપરાએ દીકરીના જન્મ માટે કૂખ ભાડે લેવાના આરોપો પર પણ મૌન તોડયું છે.

દીકરી વિશે જ્યારે કોઈ ખોટી વાત કરે ત્યારે દુઃખ થાય છેઃ પ્રિયંકા

પ્રિયંકાએ વધુમાં જણાવતા કહ્યું કે, ‘જ્યારે લોકો મારા વિશે વાત કરે છે, ત્યારે હું મારી જાતને સ્ટ્રોંગ બનાવી લઉં છું. પરંતુ જ્યારે લોકો મારી દીકરી વિશે વાત કરે છે ત્યારે મને દુઃખ થાય છે. એટલે મારી દીકરીને આ બધાથી દૂર રાખો. માલતીનો જન્મ થયો ત્યારે તે ઓપરેટિંગ રૂમમાં હતી. તે મારા હાથ કરતા પણ નાની હતી. મેં જોયું કે ઇન્ટેસિવ કેર નર્સો શું કરે છે. જ્યારે ડોક્ટરો તેની નસો શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે મેં તેના નાના નાના હાથ પકડી રાખ્યા હતા. હું જાણું છું કે હું ત્યારે કેવો અનુભવ થઈ રહ્યો હતો. તેથી તે ગોસિપનો ભાગ નહીં બને. હું મારા જીવનના આ ચેપ્ટર અને મારી દીકરી માટે ખૂબ જ પ્રોટેક્ટિવ છું. તે માત્ર મારા વિશે જ નહીં પરંતુ તેની લાઇફની પણ વાત છે.’

PCએ વિદેશી મેગેઝિન માટે દીકરી માલતી સાથેનું ક્યૂટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી

100 દિવસ સુધી NICUમાં રહેવું પડયું : પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ વોગ મેગેઝિન માટે માલતી મેરી સાથે ફોટોશૂટ કરાવ્યું છે. એક્ટ્રેસનું આ ફોટોશૂટ ખૂબ જ ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરા જોનસ વર્ષ 2022માં સરોગસી દ્વારા માલતી મેરીની મા બની હતી. તેણે આ ગુડ ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જ્યાં તેના ફેન્સે તેને શુભેચ્છા પાઠવી હતી, તેવામાં કેટલાંક લોકોએ સરોગસીનો રસ્તો પસંદ કરવા પર સવાલ ઉઠાવ્યા હતા. હવે એક્ટ્રેસે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, લોકોએ કેવી રીતે તેને ટોણાં માર્યા અને ભાડે કૂખ લેવાનો આરોપ લગાવ્યો હતો. એક્ટ્રેસે જણાવ્યું કે તે દીકરીના જન્મ દરમિયાન તે ઘણા દુઃખમાંથી પસાર થઈ હતી. કારણ કે, તેણે 100 દિવસ સુધી NICUમાં રહેવું પડયું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *