લોસ એન્જલસમાં યોજાયેલા 'RRR'ના સ્ક્રીનિંગમાં પ્રિયંકા ચોપરા સામેલ થઈ

0

[ad_1]

  • ફિલ્મના વખાણ કરવાની સાથે પ્રિયંકા ચોપરાએ ડાયરેક્ટર સાથેની તસવીરો શેર કરી
  • ડિરેક્ટર પાન નલિન તથા ચાઇલ્ડ એક્ટર ભાવિન રબારી સામેલ થયા હતા
  • આ ફોટોસમાં પ્રિયંકા બ્લેક બૂટ્સ સાથે બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી

લોસ એન્જલસમાં એસ.એસ.રાજમૌલીએ ફિલ્મનું સ્ક્રીનિંગ ઓસ્કર વોટર્સ માટે યોજ્યું હતું. આ સ્ક્રીનિંગમાં પ્રિયંકા ચોપરા સામેલ થઈ હતી. પ્રિયંકાએ સોશિયલ મીડિયામાં તસવીરો શૅર કરીને કહ્યું હતું, ‘આ અદ્ભુત ભારતીય ફિલ્મની સફરમાં ઓછામાં ઓછું હું આટલું જ તો કરી શકું છું. ગુડ લક અને કોંગ્રેચ્યુલેશન..’95મા ઓસ્કર નોમિનેશનની પ્રક્રિયા 17 જાન્યુઆરી, 2023ના રોજ સાંજે પાંચ વાગ્યે નોમિનેશન વોટિંગ પ્રક્રિયા પૂરી થઈ હતી. 24મીએ ઓસ્કર એવૉર્ડનું નોમિનેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે. ફિલ્મને બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર તથા બેસ્ટ એક્ટર તથા સપોર્ટિંગ એક્ટર્સ કેટેગરીમાં નોમિનેશન મળે તેવી ફિલ્મની ટીમને આશા છે. ફિલ્મના ગીત ‘નાટુ નાટુ..’ને બેસ્ટ ઓરિજિનલ સોંગનો ગોલ્ડન ગ્લોબ તથા ક્રિટિક્સ ચોઇસ અવૉર્ડ પણ મળ્યો છે.

પ્રિયંકા ચોપરા આ પહેલાં લોસ એન્જલસમાં યોજાયેલ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ના સ્ક્રીનિંગમાં સામેલ થઈ હતી. આ ફિલ્મને ઓસ્કર બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. સ્ક્રીનિંગમાં પ્રોડયૂસર ડેવિડ, ડિરેક્ટર પાન નલિન તથા ચાઇલ્ડ એક્ટર ભાવિન રબારી સામેલ થયા હતા. નિર્માતા ડેવિડ ડુબિન્સ્કિએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ રાત્રીના અમુક ફોટોસ અને વીડિયો પણ શેર કર્યા હતા. આ ફોટોસમાં પ્રિયંકા બ્લેક બૂટ્સ સાથે બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. તે આ ઇવેન્ટમાં ‘લાસ્ટ ફિલ્મ શો’નાં ડિરેક્ટર પાન નલિન અને ચાઇલ્ડ એક્ટર ભાવિન રબારી સાથે જોડાઈ હતી. નોંધનીય છે કે 12 માર્ચે લોસ એન્જલસમાં ઓસ્કર અવૉર્ડ યોજાશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *