મંદીવાળાઓ હાવી રહેતાં ઊંચા મથાળે દબાણ

0

[ad_1]

  • આઈટી, એનર્જીમાં મક્કમ અન્ડરટોન
  • પીએસયુ બેંક્સમાં મજબૂતી
  • નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 33 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં

શેરબજારમાં મંદીવાળાઓની ધાક જળવાય રહી છે. નવા સપ્તાહની શરૂઆતે ઊંચા મથાળે વેચવાલીના દબાણ પાછળ ભારતીય શેરબજાર ફરીવાર મંદીમાં સરી પડયું હતું. બીએસઈ સેન્સેક્સ 168.21 પોઈન્ટ્સના ઘટાડે 60,092.97ની સપાટીએ જ્યારે નિફ્ટી 61.75 પોઈન્ટ્સ ગગડી 17,894.85ની સપાટી પર બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યૂચર્સ 47 પોઈન્ટ્સ પ્રીમિયમે 17,941.50ના સ્તરે બંધ રહ્યો હતો. આમ તેના પ્રીમિયમમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જે સૂચવે છે કે લોંગ પોઝિશનનું લિક્વિડેશન થયું છે. લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 33 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 17 કાઉન્ટર્સ પોઝિટિવ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ બ્રેડ્થ નેગેટિવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3,778 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1,910 નેગેટિવ જોવા મળતાં હતાં. જ્યારે 1,691 પોઝિટિવ જળવાયાં હતાં. 120 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 47 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું.

એશિયન બજારોમાં મજબૂતી પાછળ સોમવારે નવા સપ્તાહે માર્કેટની શરૂઆત ગેપ-અપ જોવા મળી હતી. જોકે છેલ્લા કેટલાક દિવસોના ક્રમને જાળવી રાખતાં બજારે મજબૂત ઓપનિંગ બાદ ઘસાતું રહ્યું હતું અને દિવસના આખરી ભાવમાં તળિયું બનાવી તેની નજીક જ બંધ રહ્યું હતું. નિફ્ટી 17,956ના અગાઉના બંધ સામે 18,033 પર ઓપન થઈ 18,050ની ટોચ બનાવી 17,854ના તળિયા પર ટ્રેડ થયો હતો. આમ ઈન્ટ્રા-ડે ટોચ પરથી 200 પોઈન્ટ્સ ગગડયો હતો. બેન્ચમાર્કને સપોર્ટ આપનારા મુખ્ય ઘટક શેર્સમાં ટેક્નોલોજી કાઉન્ટર્સનો સમાવેશ થતો હતો. ટેક મહિન્દ્રા 3.12 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. જે ઉપરાંત એચસીએલ ટેક, ઈન્ફેસિસ, વિપ્રો, હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પોરેશન, બજાજ ફઈનાન્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થતો હતો.

જ્યારે બીજી બાજુ ઘટવામાં અદાણી એન્ટરપ્રાઈઝ ટોચ પર હતો. કાઉન્ટર્સ 2.72 ટકા જેટલો ગગડયો હતો. જે ઉપરાંત એક્સિસ બેંક, જેએસડબ્લ્યૂ સ્ટીલ, ટીસીએસ, હિંદાલ્કો, એનટીપીસી, એચયુએલ, એચડીએફ્સી, એચડીએફ્સી બેંક, અદાણી પોર્ટ્સ અને રિલાયન્સ ઈન્ડ.માં ઘટાડો નોંધાયો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો પીએસયુ બેંક ઈન્ડેક્સમાં લેવાલી જોવા મળી હતી. જેની પાછળ ઈન્ડેક્સ 1.6 ટકા સાથે સૌથી મજબૂત જોવા મળ્યો હતો. આ ઉપરાંત નિફ્ટી આઈટી 1.14 ટકા, નિફ્ટી એનર્જી 0.64 ટકા અને નિફ્ટી એફ્એમસીજી પણ સાધારણ પોઝિટિવ બંધ રહ્યાં હતાં. બીજી બાજુ નિફ્ટી મેટલ 1.32 ટકા તૂટયો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *