ભારતીય રસોડામાં પ્રેશર કૂકર ન હોય.. તેવુ ભાગ્યે જ કોઇ ઘરમાં જોવા મળે. કારણ કે પ્રેશર કૂકર એવી વસ્તુ છેને કે દરેક ગૃહિણીને અવશ્ય જોઇએ જ. રસોડામાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓમાંની એક એવું કૂકર છે જે ઓછા સમયમાં સરળતાથી ખોરાક રાંધે છે. કૂકરનો ઉપયોગ રસોઇમાં અલગ અલગ રીતે થાય છે પરંતુ કેટલીક ખાદ્ય ચીજો એવી છે જેને તમારે કૂકરમાં ક્યારેક રાંધવી ન જોઇએ કે બાફવી જોઇએ. તેનાથી સ્વાસ્થ્યને લગતા રોગો થાય છે.
પ્રેશર કુકરમાં ક્યારેય આ 5 વસ્તુઓ ન રાંધો
કેટલીક એવી વસ્તુઓ છે જેને પ્રેશર કૂકરમાં રાંધવામાં આવે તો તેનો સ્વાદ બગડી જાય છે અને તે શરીરને પણ નુકસાન પહોંચાડે છે. પ્રેશર કૂકરમાં કેટલીક વસ્તુઓ રાંધવાથી પણ તેના પોષક તત્વો ઓછા થાય છે.
પ્રેશર કુકરમાં દૂધ ઉકાળવું નહીં
દૂધ અને ક્રીમ જેવા ડેરી ઉત્પાદનોને પ્રેશર કૂકરમાં બિલકુલ ન રાંધવા જોઈએ. આમ કરવાથી તેનો સ્વાદ બગડે છે અને પોષક તત્વો પણ ઓછા થઈ જાય છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. બજારમાં આવા ઘણા કુકર આવી રહ્યા છે જેમાં દૂધ ગરમ કરવું સરળ છે. પરંતુ આ રીતે ઉપયોગ કરવાથી નુકસાનકારક સાબિત થઈ શકે છે.
તળેલી વસ્તુઓ ન રાંધો
ફ્રેન્ચ ફ્રાઈસ, પકોડા જેવી તળેલી ખાદ્ય ચીજો કુકરમાં ન રાંધવા જોઈએ. આમ કરવાથી તેમને સારો સ્વાદ મળતો નથી. કારણ કે આ વસ્તુઓને કૂકરમાં ડીપ ફ્રાય કરી શકાતી નથી. એટલા માટે આને હંમેશા તપેલીમાં રાંધવા જોઈએ.
પ્રેશર કૂકરમાં પાસ્તા અને નૂડલ્સ રાંધવાનું ટાળો
પાસ્તા અને નૂડલ્સ ક્યારેય કૂકરમાં ન બાફવા.
કુકરમાં લીલા પાંદડાવાળા શાકભાજી ન રાંધો
પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજી ક્યારેય કુકરમાં ન રાંધવા જોઈએ કારણ કે લીલા શાકભાજીમાં વિટામિન સી, આયર્ન, કેલ્શિયમ, વિટામિન એ જેવા ઘણા પોષક તત્વો હોય છે. પરંતુ પ્રેશર કૂકરમાં રાંધવાથી તેના જરૂરી પોષક તત્વો અને ઘટકો ઓછા થઈ જાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
પ્રેશર કૂકરમાં કેક શેકવી યોગ્ય નથી
ઘણીવાર લોકો ઓવન ન હોય તો પ્રેશર કૂકરમાં કેક રાંધે છે. પરંતુ આ કરવું બિલકુલ ખોટું છે કારણ કે પ્રેશર કૂકર વસ્તુઓ રાંધવા માટે બનાવવામાં આવે છે, વસ્તુઓ પકવવા માટે નહીં. તેથી, તેમાં ક્યારેય કેક બેક ન કરવી જોઇએ.