નડિયાદ સંતરામ મંદિર ખાતે સમાધિ મહોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઓ

0

[ad_1]

Updated: Jan 17th, 2023

– 5 મી ફેબ્રુઆરી એટલે કે મહાસુદ પુર્ણીમાના રોજ દિવ્ય સાકર વર્ષા તેમજ મેળો યોજાશે

– ભાગવત સપ્તાહ, ધાર્મીક કાર્યક્રમો, સાકર વર્ષા તેમજ ભવ્ય મેળો યોજાશે 

નડિયાદ : સાક્ષર નગરી નડિયાદમાં આગામી દિવસોમાં વિશ્વવિખ્યાત ભજનીકો અને ગાયકોની રમઝટ જામશે. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના ૧૯૨મા સમાધિ ઉત્સવ નિમિત્તે યોજાનાર સાકરવર્ષા અને મેળાના નિમિત્તે વિવિધ ધામક કાર્યક્રમો હાય ધરાયા છે. જેમાં ભાગવત સપ્તાહ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ગાયકો અને ભજનીકોના કાર્યક્રમો યોજાશે.

નડિયાદના શ્રી સંતરામ મંદિર ખાતે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના ૧૯૨મા સમાધિ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલુ થઇ ગઇ છે. આગામી ૫મી ફેબ્રુઆરીએ સાકરવર્ષા અને સંતરામ મેળો ભરાશે. જેમાં સુપ્રસિદ્ધ ભાગનું કથાકાર પૂ. જીગ્નેશદાદાની કથા ૨૩ થી ૨૯ જાન્યુઆરી દરમ્યાન દરરોજ સવારે થશે.આ ઉપરાંત ગુજરાતના જાણીતા સંગીતકારો, ગાયકો, અને ભજનીકો દ૨૨ોજ રાત્રે ભક્તિસંગીતમાં ચરોતરની પ્રજાને તલ્લીન કરશે. જેમાં સુપ્રસિદ્ધ ભજનીક શ્રી હેમંત ચૌહાણ ઉપરાંત મન મોર બની થનગનાટ કરેથી પ્રસિદ્ધ થયેલા ઓસમાન મીર. પદ્મશ્રી ભીખુદાન ગઢવી, વડોદરાના યુનાઇટેડ ગરબાના પ્રસિદ્ધ ગાયક  અતુલ પુરોહિત, ધોધાવદરના સુપ્રસિદ્ધ ભજનીક શ્રી નિરંજન રાજ્યગુરુ વગેરેનું ભક્તિ સંગીત તા.૨૩ જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી દરમ્યાન દરરોજ રાત્રે ૭.૩૦ કલાકે સંતરામ મંદિરના મુખ્ય કથામંડપમાં યોજાશે.

ત્યારબાદ ૩૦મી જાન્યુઆરીથી બોરે ૩ થી ૬ ગીતા.સત્સંગ, ૨ અને ૩ ફેબ્રુઆરીએ સંતો-ભકતો દ્વારા પદગાન, શ્રીરામ ચરિત સમુહ પારાયણ અખંડ), આ અગાઉ ૭થી ૧૩મી જાન્યુઆરી મુંબઇના પ્રો.અને દર્દીનું મહાભારત પ્રવચન સત્ર, ૧૪ થી ૨૨મી જાન્યુઆરી સુધી વૃંદાવનના નવલરામજી મહારાજના મુખે શ્રી રામચરિત માનસ-રામ પારાયણ વગેરે કાર્યક્રમો યોજાશે.

મહા પૂનમના મેળાને લઇ ચાલી રહેલી તૈયારીઓ

નડિયાદ સંતરામ મંદિર ખાતે મહા પૂનમ નો મેળો તેમજ સાકર વર્ષા યોજાઇ છે.આ મેળાને લઇ અત્યારથી પારસ સર્કલ, બાસુદી વાલા ગ્રાઉન્ડ, સંતરામ મંદિર ના પટાંગણમાં ચકડોળ, સર્કસ, મનોરંજન સહિતના સ્ટોલ ઉભા કરવામાં આવી રહ્યા છે.આમ મહા પૂનમના મેળાને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *