23 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
23 C
Surat
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષBaba Vengaની 2025ને લઇને ડરામણી ભવિષ્યવાણી, તો દુનિયાનો થઇ જાશે અંત

Baba Vengaની 2025ને લઇને ડરામણી ભવિષ્યવાણી, તો દુનિયાનો થઇ જાશે અંત


નવા વર્ષને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. સૌ કોઇ એ જાણવા આતુર છે કે આગામી સમય તેમના માટે કેવો રહેશે. નવા વર્ષને લઇને બાબા વેંગાએ કેટલીક ભવિષ્યવાણી કરી છે. આ ભવિષ્યવાણી ખુબ જ ચર્ચામાં છે. બાબા વેંગાની ભવિષ્યવાણી ખુબ જ ડરામણી છે આગામી સમય કેવો આવશે તે હવે જોવાનુ રહેશે. બાબા વેંગાએ 2025માં વિશ્વના અંતની શરૂઆતનો દાવો કર્યો છે. તેમનું માનવું છે કે આ વિનાશની શરૂઆત યુરોપથી થશે. બાબા વેંગા તેની આંખોથી જોઈ શકતા નથી, પરંતુ તેઓએ કહેલી ઘણી બધી બાબતો સાચી સાબિત થઈ છે.

બાબા વેંગાની ભવિષ્યવાણીઓ હંમેશા લોકોમાં ચર્ચાનો વિષય રહી છે

બાબા વેંગાની ભવિષ્યવાણીઓ હંમેશા લોકોમાં ચર્ચાનો વિષય રહી છે, કારણ કે તેમના શબ્દો ઘણીવાર રહસ્યમય અને ચિંતાજનક હોય છે. 1911માં બલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગાનું નિધન 1996માં થયું હતું, પરંતુ તે પહેલા તેમણે વર્ષ 5079 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. તેને બલ્ગેરિયાનો ‘નાસ્ટ્રોદમસ’ કહેવામાં આવે છે. ફ્રાન્સના નાસ્ટ્રોદમસ મહાન પ્રબોધક હતા. તેમની ભવિષ્યવાણી ખુબ સચોટ સાબીત થઇ હતી. બાબા વેંગાએ અત્યાર સુધીમાં કરેલી અનેક ભવિષ્યવાણી સત્ય સાબીત થઇ છે. ચાલો જાણીએ કે 2025ને લઇને બાબા વેંગા શું કહે છે?

વિશ્વના અંતની શરૂઆત!

વર્ષ 2025 વિશે, બાબા વેંગાનો દાવો છે કે યુરોપમાં આ પ્રકારનું વિનાશક યુદ્ધ ફાટી નીકળશે, જે મહાદ્વીપની વસ્તીને અસર કરશે. બાબા વેંગાએ તેને વિશ્વના અંતની શરૂઆત ગણાવી છે. આવી આગાહીઓ ઘણીવાર ખોટી સાબિત થાય છે, પરંતુ તેમ છતાં લોકોમાં ભયનું વાતાવરણ છે.

કુદરતી આફતોનો વિનાશ

આ સિવાય બાબા વેંગાએ પોતાની આગાહીઓમાં વિનાશક કુદરતી આફતોનો ઉલ્લેખ કર્યો છે. આમાં નિષ્ક્રિય જ્વાળામુખીમાં વિસ્ફોટો, અમેરિકાના પશ્ચિમી દરિયાકાંઠે ભારે પૂર અને શક્તિશાળી ભૂકંપનો સમાવેશ થાય છે, જે મોટા પાયે વિનાશનું કારણ બનશે. બાબા વેંગાએ કહ્યું છે કે અંગ ટ્રાન્સપ્લાન્ટ અને કેન્સર જેવી ગંભીર સારવારમાં મોટી સફળતા મળશે. જો આમ થશે તો માનવતા માટે આ એક મોટી ઉપલબ્ધિ હશે. તમને જણાવી દઈએ કે રશિયાએ કેન્સરની રસી બજારમાં ઉતારી છે.

માનવ સભ્યતાનો અંત આવશે!

બાબા વેંગાએ એમ પણ કહ્યું છે કે મનુષ્ય 2028માં શુક્રને ઊર્જા સ્ત્રોત તરીકે શોધવાનું શરૂ કરશે. 2033 માં ગ્લેશિયર્સ પીગળવાના કારણે, સમગ્ર વિશ્વમાં સમુદ્રના સ્તરમાં ખતરનાક વધારો થવાની આગાહી છે. તેમનો દાવો છે કે 3797માં માનવતા ખતરામાં હશે અને 5079માં દુનિયા ખતમ થઈ જશે.

નોંધ : ઉપરોક્ત માહિતી આપણા ધર્મશાસ્ત્ર અને લોક મુખેથી મેળવેલી છે. સંદેશ ન્યૂઝ કોઇ પણ આગાહી કે ભવિષ્યને લઇને સમર્થન કરતુ નથી, ભવિષ્યનું અર્થઘટન હંમેશા સમય અનુસાર કરવામાં આવે છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય