અમદાવાદમાં ધો.10ના વિદ્યાર્થીઓનો ભય દૂર કરવા માટે પ્રિબોર્ડ પરીક્ષા યોજાશે

0

[ad_1]

  • વિદ્યાર્થીઓનો ભય દૂર કરવા DEOની પહેલ
  • ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીની પરીક્ષા લેવાશે
  • ફેબ્રુઆરી મહિનામાં યોજાશે પ્રિબોર્ડ પરીક્ષા

બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં અનેક પ્રકારના ભય રહેલા હોય છે. તેવામાં પહેલી વખત ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીને અભ્યાસ અને પરીક્ષાનો ખુબ જ ભયના લાગતો હોય છે ત્યારે વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ભય દુર થાય તે માટે રાજ્યમાં પહેલી વખત અમદાવાદમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રિબોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ બોર્ડની પરીક્ષાનો ભય દુર થાય તે માટે રાજ્યમાં પહેલી વખત અમદાવાદમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે DEO કચેરી દ્વારા પ્રિબોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિબોર્ડ પરીક્ષામાં બોર્ડની પરીક્ષાની જેમ જ વિદ્યાર્થીઓને હોલ ટીકીટ પણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓનો ભય દૂર કરવા DEOની આ અનોખી પહેલની શિક્ષકો અને વાલીઓ પ્રશંસા કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિબોર્ડ પરીક્ષામાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયની જ પરીક્ષા લેવામાં આવશે. પ્રિબોર્ડ પરીક્ષાના પેપર DEO કચેરી દ્વારા તૈયાર કરવામાં આવશે અને તેને સ્કૂલ ખાતે ઈમેલ મારફતે પહોંચાડવામાં આવશે. DEO કચેરી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ફેબ્રુઆરી મહિનામાં પ્રિબોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *