પાલિતાણાથી સોનગઢ તેમજ તળાજા રોડ પર ઠેર-ઠેર ખાડાઓથી અકસ્માતને નિમંત્રણ

0

[ad_1]

Updated: Jan 31st, 2023

– વાહનચાલકોને  રોડ પરથી પસાર થવું શિરદર્દ સમાન 

– રોડની દુર્દશા અંગે તંત્રવાહકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉદાસીનતા સ્થાનિક રહિશોમાં ટીકાને પાત્ર બની

પાલિતાણા : પાલીતાણા આસપાસ અને ખાસ કરીને પાલીતાણા-સોનગઢ રોડ અને તળાજા રોડ સુધીના માર્ગ પર પેવર બનાવવામાં આવ્યાને થોેડા દિવસો વિત્યા બાદ ત્યાં આગળ ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજય વધુ ને વધુ વિકસતુ જાય છે. એટલુ જ નહીં સોનગઢ રોડ અને તળાજા રોડ પર ક્યાં અને કેટલો પેવર બન્યો, કઈ રીતે ડામર પાથરાયો છે તે કોઈને ખબર જ નથી પડતી તેનો આ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને અનુભવ થઈ રહ્યો છે. ખાડાઓને લઈને પ્રાણઘાતક અકસ્માતની શકયતાઓ વધી રહી છે. 

આ રોડ કઈ યોજના અંતર્ગત કેટલા રૃપિયાના ખર્ચે કયા સુધી બન્યો તે અંગે ક્યાંય બોર્ડ કે લખાણ પણ લખેલું જોવા મળતુ નથી. પાલીતાણા સોનગઢનો મેઈન રોડ હોય ત્યાં ટ્રક, ટ્રેકટર,એસ ટી બસ, પ્રાઈવેટ બસો,તેમજ અસંખ્ય નાના વાહનોની સતત અવર-જવર રહેતી હોય છે તેમ છતા અહીં કાયમ માટે રસ્તો ખરાબ જ રહે છે તંત્ર સુરદાસની ભુમીકામાં છે અને ચુંટાયેલા ધારાસભ્યો અને નેતાઓ મુકબધિર હોય તેવું સ્થાનિક જનતાને લાગે છે. પ્રજાના લાખો રૃપીયા વારંવાર ખાડાઓમાં અને વરસાદના પાણીમાં ધોવાતા હોવાનો સૌને અહેસાસ થાય છે. પાલીતાણાથી સોનગઢ અને તળાજા રોડ પર વારંવાર પાણી ભરાઈ જાય છે તેના કારણે મોટા ખાડાઓ પડે છે. ભાવનગર જિલ્લામાં પાલીતાણા, બગદાણા, ભગુડા, કોટડા, મહુવા, ગોપનાથ જેવા તીર્થધામો આવેલા છે.  છેલ્લા ત્રણ વર્ષ બાદ ચૂંટણી ગઈ હોવા છતાં હજુ સુધી ચૂંટાયેલા પ્રતિનિધિઓને એક પણ વખત નવા રોડનો વિચાર આવતો નથી. પાલીતાણાથી ભાદાવાવ તેમજ તળાજા રોડ પર ખાડાઓનું સામ્રાજય છે. પાલીતાણા તાલુકાના મોટી પાણીયાળી, લાખાવાડ, અનિડા, માંડવડા ખાતે એક પણ રસ્તાના કામ જોવા મળતા નથી. આજથી દશ વર્ષ પુર્વે પાલીતાણાથી સોનગઢ હાઇવે લાખો રૃપિયાના ખર્ચે બનાવેલ હોય હાલ આ માર્ગ પર થાગડથીગડ જ કરાય છે. તંત્રવાહકો આ બીસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ હાથ ધરે તેવી સ્થાનિક રહિશોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *