પોરબંદર- કુતિયાણા નેશનલ હાઈ-વે પર અકસ્માતના સર્જક બનેલા ખાંચા

0


Updated: Jan 30th, 2023


નેશનલ હાઈ-વે ઓથોરિટી ઘુતરાષ્ટ્રની ભૂમિકામાં

અનેક જગ્યાએ ડિવાઈડર તોડીને બનાવાયેલા ખાંચામાંથી પસાર થતા વાહનોએ અકસ્માતોમાં ઘણાંનો ભોગ લીધો છે ભોગ છતાં તંત્ર નિષ્ફીકર

પોરબંદર: પોરબંદરથી કુતિયાણા નેશનલ હાઈવે ઉપર ડિવાઈડર ઉપર ખાંચા કરીને અનેક શખ્સોએ સરકારી મિલકતને મોટું નુકશાન તો પહોચાડયું જ છે, બલ્કે તેના કારણે અત્યાર સુધીમાં અનેક અકસ્માતો સર્જાઈ ચુક્યા છે અને નિદોર્ષ લોકોના ભોગ પણ લેવાયા છે. તેમ છતાં હાઈ-વે ઓથોરિટી નિષ્ફર હોવાથી કેન્દ્રીય રોડ મંત્રીને પોરબંદરથી ઉગ્ર રોષ સાથે રજૂઆત કરવામાં આવી છે.

પોરબંદર કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈ-વેના મંત્રી લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, પોરબંદરને ચારેબાજુ નેશનલ હાઈવેનો લાભ મળ્યો છે. પરંતુ એ જ નેશનલ હાઈવે અનેક પોરબંદરવાસીઓ સહિત પ્રવાસીઓ માટે જોખમી બની  ચૂક્યો છે. પોરબંદરના આ નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ અમુક વાડી માલિકો, ઢાબાવાળાઓ અને પેટ્રોલ પંપના સંચાલકોએ ડિવાઈડર તોડીને અવરજવર માટેના ખાંચા બનાવ્યા છે. આ ખાચામાંથી બનાવેલા શોર્ટકટનો ઉપયોગ અનેક વાહનચાલકો કરે છે ત્યારે પણ અકસ્માત સર્જાય છે. પોરબંદર જિલ્લામાં આવા ખાંચામાંથી પસાર થતા વાહનો દ્વારા સર્જાયેલા અકસ્માતમાં અનેક નિદોર્ષ માનવજિંદગીઓ હોમાઈ ચૂકી છે તેમ છતાં તે મુદ્દે પણ હાઈવે ઓથોરિટી મૌન ધારણ કરીને બેસી ગઈ છે. 

પોરબંદરથી કુતિયાણા સુધીના હાઈ વે પર એક ડઝનથી વધુ જગ્યાએ અકસ્માતના સર્જક એવા ખાંચાઓ વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન બની ગયા છે. તેમ છતાં ઓથોરીટીનું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ઘણા વાહનચાલકો રોડ ક્રોસ કરવા માટે આ પ્રકારના ખાચાનો ઉપયોગ કરતા હોય છે ત્યારે મુખ્ય હાઈવે ઉપરથી ૮૦થી ૧૦૦ કિ.મીની ઝડપે આવતા વાહનોની હડફેટે ટુ વ્હીલર, છકડો ઓટોરીક્ષા વગેરે ચડી જાય છે, જેથી ગમખ્વાર અકસ્માત સર્જાય છે. હાઈવે ઓથોરીટી ધુતરાષ્ટ્રની ભૂમિકા ભજવતી હોવાનું સિધ્ધ થઈ રહ્યું છે. હવે કેન્દ્રીય મંત્રીએ જ આ મુદ્દે ઓથોરીટીને કડક કાર્યવાહી કરવા માટે સુચના આપવી જોઈએ તેવી રજૂઆત કરાઈ છે.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *