વઢવાણ જીઆઈડીસીને પ્રાથમિક સુવિધાઓ આપવામાં પાલિકા તંત્રનું ઓરમાયું વર્તન

0

[ad_1]

– 700 ઔદ્યોગિક એકમો વર્ષે 1.20 કરોડનો ટેક્ષ ચૂકવે છે, છતાં 

– જીઆઈડીસીના માત્ર 30 ટકા વિસ્તારમાં જ પાણીની લાઈન :  ડોર ટૂ ડોર કચરાના ટ્રેકટર આવતા નથી : અનેક જગ્યાએ ઉભરાતી ગટરો : રસ્તાની હાલત ભંગાર

સુરેન્દ્રનગર : ઉદ્યોગોને વેગ આપવા અને નાના તથા ધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની ભારત સરકાર અને ગુજરાત સરકારની યોજાનાઓ અને વાતો પોકળ પુરવાર થઇ રહી હોવાની અનુભૂતિ વઢવાણ જીઆઇડીસીના ઔદ્યોગિક ગૃહો અનુભવી રહ્યો છે. ભાજપ શાસિત સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વઢવાણ જીઆઈડીસી વિસ્તાર પ્રત્યે ઓરમાયુ વર્તન રાખવામાં આવતુ હોય તેમ રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી પ્રાથમિક સુવિધા આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે. વર્ષે ૧.૨૦ કરોડ રૂપિયાથી વધુનો ટેક્ષ ચૂકવવામાં આવતો હોવા છતાં વઢવાણ જીઆઈડીસીનાં ઉદ્યોગકારો વર્ષોથી પ્રથામિક સુવિધા માટે વલખાં મારી રહ્યા છે.

વઢવાણ જીઆઈડીસીમાં નાના-મોટા થઇને આશરે ૭૦૦થી વધુ ઔદ્યોગિક એકમો આવેલા છે. તેના ઉદ્યોગકારો દ્વારા સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકાને વર્ષે આશરે રૂા.૧.૨૦ કરોડ જેટલો વેરો ભરવામાં આવે છે. તેમ છતાં પાલિકા દ્વારા આ ઔદ્યોગિક વસાહત વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવામાં ગલ્લા-તલ્લા કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ વર્ષોથી ઉકેલવામાં આવતી નથી. જીઆઈડીસી વિસ્તારમાં અનેક રસ્તા ભંગાર હાલતમાં છે. ઠેરઠેર ખાડા-ગાબડા પડી ગયા છે. જેને કારણે માલ-સામાન લાવવા-લઈ જવામાં ખુબજ મુશ્કેલી પડે છે. અહીં કામ કરવા આવતા કામદારો અને ઉદ્યોગકારોને અવરજવરમાં ખુબજ પરેશાની વેઠવી પડે છે. ખાસ કરીને ચોમાસામા બદતર હાલત થઈ જાય છે. 

જીઆઈડીસીના મોટા ભાગના વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. પાલિકાના સફાઈ કામદારો કે ડોર ટુ ડોર કચરો લેવા આવતા ટ્રેકટર જોવા મળતા નથી. અનેક જગ્યાએ ગટરો ઉભરાય છે, બ્લોક થઈ ગઇ છે. સ્ટ્રીટ લાઈટની પણ સુવિધા આપવામાં આવતી નથી. જીઆઈડીસીના મેઈન રોડ ઉપર આવેલા માત્ર ૩૦ ટકા વિસ્તારમાંજ પાણીની લાઈન છે. વિભાગ-૩ અને વિભાગ-૪ માં પાણીની લાઈન પણ નથી. કારખાના અને ઉદ્યોગોમાં આવતા શ્રમિકો અને નાના-મોટા ઉદ્યોગકારોને પ્રાથમિક સુવિધાના અભાવે અનેક પ્રકારની મુશ્ક્ેલીનો સામનો કરવો પડે છે. 

ઉચ્ચ કક્ષાની સૂચનાનો અમલ અધ્ધરતાલ

આ બાબતે વઢવાણ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા અવારનવાર નગરપાલિકા તંત્રને રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી. એસોસીએશન દ્વારા ઉચ્ચકક્ષાએ પણ ફરિયાદ કરવામાં આવી છે અને ત્યાંથી પાલિકા તંત્રને સૂચનો પણ અપાયા હતાં, તેમ છતાં તેનો અમલ કરવામાં આવતો નથી. 

મોટા ઉદ્યોગોની વાતો, પણ હયાત ઉદ્યોગોની અવગણના 

સુરેન્દ્રનગરમાં નવા અને મોટા ઉદ્યોગો લાવવાની ખુબ વાતો થાય છે, પરંતુ જે હયાત ઉદ્યોગો છે તેને પણ પ્રાથમિક સુવિધા અપાતી નથી. તે ખેદજનક છે. તાજેતરમાં વઢવાણ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ ત્યારે પણ આ મુદો ચર્ચાયો હતો અને ટેકસ ભરતા ઉદ્યોગકારોને સુવિધા અને ઈન્ફ્રાસ્ટ્રકચર મળે તે માટે એસોસીએશન કટીબધ્ધ છે તેમ હોદેદારોએ જણાવ્યુ હતું.

પાલિકા સુવિધા આપે અથવા ટેક્ષનાં ૭૫ ટકા પરત આપે: પ્રમુખ

૭૦૦ ઔદ્યોગિક એકમો ધરાવતી વઢવાણ જીઆઈડીસીમાં ઉદ્યોગો માટે કાર્યરત વઢવાણ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ સુમીતભાઈ પટેલે જણાવ્યુ  કે, અમદાવાદ, રાજકોટ, બરોડા જેવા શહેરોની જીઆઈડીસીનાં ઉદ્યોગકારો દ્વારા ચુકવાતા ટેક્ષમાંથી મ્યુનિ.કોર્પોરેશન ૭૫ ટકા પરત આપે છે અને તે રકમમાંથી જેતે એસો. જીઆઈડીસી વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધા ઉભી કરે છે. સુરેન્દ્રનગરમાં પણ આ રીતે ટેક્ષના ૭૫ ટકા રકમ પરત આપવામાં આવે તો સુવિધા ઉભી કરી શકાય. 

૩૨ એસોસીએશનની હાઈકોર્ટમાં રાવ

જીઆઈડીસી વિસ્તારમાં પ્રાથમિક સુવિધા કે ઈન્ફ્રાસ્ટ્રકચર આપવાના મામલે સુરેન્દ્રનગર અને ગોંડલ સહિત ગુજરાતના ૩૨ એસોસીએશને ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસો.(એફઆઈએ)ના નેજા હેઠળ હાઈકોર્ટમાં રાવ કરી છે. પ્રથમ હિયરીંગમાં હાઈકોર્ટે પાલિકાઓને અમદાવાદના મોડેલને ધ્યાનમાં રાખવા સૂચન કર્યુ હતુ. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *