પેપરલીક કાંડ: ઉમેદવારોમાં આક્રોશ, રેલવે-બસ સ્ટેશન પર પોલીસ સુરક્ષા ગોઠવાઇ

0


  • પરીક્ષા મોકૂફ થતા પોલીસ એલર્ટ મોડ પર આવી
  • સ્ટેટ IB તરફથી કાયદો અને વ્યવસ્થા જાળવવા આદેશ
  • તમામ જિલ્લા પોલીસવડા અને જિલ્લા કમિશનરો સતર્ક

જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.29- 1- 2023 (રવિવાર)ના રોજ સવારે 11 થી 12 કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. 29-1-2023ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ થતા વિદ્યાર્થીઓના આક્રોશને જોતાં રાજકોટ, જૂનાગઢ, જસદણ, કાલાવાડમાં બસ સ્ટેન્ડ પર જડબેસલાક સુરક્ષા ગોઠવી દેવાઈ છે. તથા ગુજરાત ATS અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરતા શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

કાયદો અને વ્યવસ્થા ADGP નરસિંહમાં કોમર દ્વારા આદેશ આપવામાં આવ્યો
પરીક્ષા મોકૂફ થતા પોલીસ એલર્ટ મોડ પર છે. જેમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર સુરક્ષા ગોઠવવા આદેશ આપવામાં આવ્યા છે. તેમજ રાજ્યમા પોલીસ એલર્ટ પર છે. તથા સ્ટેટ IB તરફથી કાયદો અને વ્યવસ્થા જાળવવા આદેશ છે. કાયદો અને વ્યવસ્થા ADGP નરસિંહમાં કોમર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં તમામ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કમિશનરોને આદેશ આપવામાં આવ્યો છે.

જાહેર અને પરિવહન સ્થળો ઉપર વધારાનો બંદોબસ્ત
સ્થાનિક સ્તરે પોલીસ બંદોબસ્ત ગોઠવવા પણ આદેશ આપવામાં આવ્યો છે. તથા જાહેર અને પરિવહન સ્થળો ઉપર વધારાનો બંદોબસ્ત છે. જેમાં જુનિયર ક્લાર્કનું પેપર ફૂટવાના મામલે વિદ્યાર્થીઓનો વિરોધ છે. તેમાં રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. તેથી ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘરષણ થયુ છે. જેમાં સરકાર સામે વિદ્યાર્થીઓનો વિરોધ છે. તથા ચક્કાજામમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠન મેદાને આવ્યા છે.

વિવિધ શહેરામાં પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી
હાઇવે માર્ગ લોક થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી છે. તેમજ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઇ થયુ છે. તથા વિવિધ શહેરામાં પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. તેમજ પોલીસે વિદ્યાર્થીઓના ટોળાં વિખેરી હાઇવે ખુલ્લો કર્યો છે.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *