વડોદરા,ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની સયાજી હોસ્પિટલમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં સામેલ ૯ આરોપીઓને પોલીસે અગાઉ ઝડપી પાડયા હતા. આ ગુનામાં સામેલ ૧૦ મા આરોપીએ હત્યા સમયે પહેરેલું જેકેટ પોલીસે કબજે કર્યુ છે. આ કેસની ચાર્જશીટ ઝડપથી થાય તે માટે પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
ગત તા. ૧૭ મી ની રાતે નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં વિક્કી પરમાર નામના યુવક પર બાબર પઠાણે ચાકુથી હુમલો કરતા તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.