Gujarat Police Recruitment : ગુજરાત સરકાર દ્વારા ચુંટણીમાં જાહેરાતો બાદ હવે નં માત્રની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં પોલીસ ભરતી અને GPSC ની સીધી ભરતીઓ સિવાય શિક્ષિત યુવાનોને રોજગાર આપે એવી કોઈ સરકારી ભરતી જાહેર કરવામાં આવી નથી. જ્યારે પોલીસ ભરતી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે પહેલાથી જ રાજ્યના ડીજીપીને સપ્ટેમ્બર 2025 અને સપ્ટેમ્બર 2026 સુધીમાં બે તબક્કામાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની 25,000 થી વધુ જગ્યાઓની ભરતી પૂર્ણ કરવા માટે વિગતવાર સમયરેખા સબમિટ કરવાનો નિર્દેશ આપ્યા હતા.
આ દરમિયાન રાજ્ય સરકારે સબ-ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, ઇન્ટેલિજન્સ ઓફિસર સહિતની વિવિધ જગ્યાઓ માટે સતત ભરતી અભિયાન શરૂ કર્યું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) એ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI), કોન્સ્ટેબલ અને જેલ સિપાહી સહિતની વિવિધ જગ્યાઓ માટે 12,472 કર્મચારીઓની ભરતીની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે 2021-22માં ભરતી કરી છે, સત્તાવાર જાહેરાત ડિસેમ્બર 2021માં આવી હતી અને તે 10,596 માટે હતી જ્યાં લગભગ 15 લાખ લોકોએ અરજી કરી હતી.