સુરતમાં આવેલા માંગરોળના પાલોદ યુનિયન બેંક ઓફ ઇન્ડિયામા 17 ડિસેમ્બરે થયેલી કરોડોની ચોરી મામલે આઠ આરોપી અલગ અલગ રાજ્યમાંથી પોલીસ પકડી લાવી હતી. એલ. સી. બી પોલીસ આરોપીને સાથે રાખી ચોરીની ઘટનાનું રિકન્ટકશન કર્યું હતું.
સુરતના બારડોલીના કોસંબા 16મી ડિસેમ્બરે પાલોદની યુનિયન બેંકના સ્ટ્રોંગ રૂમમાં બાકોરુ પાડી 6 લોકર તોડી રૂપિયા 1.04 કરોડની ચોરી થઈ હતી આ મામલે સુરત જીલ્લા એલસીબી,એસઓજી તેમજ કોસંબા પોલીસની ટીમે અલગ-અલગ સીસીટીવી જોઈને ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી દીધો છે અને આઠ આરોપીઓની ધરપકડ કરીને પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
સીસીટીવી ફૂટેજ મહત્વના સાબિત થયા
શહેરના કીમ ચાર રસ્તા નજીક 10 દિવસ અગાઉ મોડી રાત્રે ધૂમ સ્ટાઇલમાં કોઈને ગંધ પણ ન આવે એ રીતે યુનિયન બેન્કની દીવાલમાં બાકોરું પાડી લોકરો તોડી ચોરીની ઘટનાને અંજામ આપનાર ગેંગને સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી લીધી. દિલ્હી, પંજાબ, બિહાર, વેસ્ટ બંગાળ રાજ્યો ખૂંદી 8 ઇસમોને ઝડપી કુલ 53.58 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જ્યારે ચોરીની ઘટનાના પ્લાન ઘડનાર માસ્ટર માઇન્ડ સુરજ ભરત લુહાર હજુ પોલીસ પકડથી દૂર છે.
મુખ્ય આરોપી પોલીસ પકડથી બહાર
આ તમામ આરોપીઓ બોલેરો કારમાં સાધનો લઈને આવ્યા હતા અને મુખ્ય આરોપી સુરજ લુહાર કે જે વેસ્ટ બંગાળનો રહેવાસી છે જે હજી પોલીસે પકડયો નથી.સુરજ, કુંદન, જયપ્રકાશ અને ખીરું બેંક પાછળ ઓફિસનું લોક તોડી દીવાલ તોડી બેંકમાં ઘૂસ્યા હતા. જયપ્રકાશ, સુરજસિંગ પહેરો ભરતા હતા. 3 લોકરમાં કઈ ન મળતા બીજા 3 લોકરમાંથી રોકડ, દાગીના ચોર્યા હતા. ચાર વાગ્યે રિક્ષામાં સુરત સ્ટેશન ત્યાંથી વડોદરા પછી દિલ્હી જઈ માલની વહેંચણી કરી છૂટા પડ્યા હતા. ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ વડોદરા રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યા ત્યારે તેઓ સ્ટેશન નજીક આવ્યા ન હતાં.
ઓગસ્ટ મહિનામાં કરી હતી રેકી
સ્ટેશનથી દૂર ટ્રેક ઉપર બેસી રહ્યા હતાં અને જેવી ટ્રેન આવે તરત જ સ્ટેશન પર આવી ટ્રેનમાં બેસીને ફરાર થયા હતાં. આરોપીઓએ પોલીસથી બચવા માટે પૂરતા પ્રયત્ન કર્યા હતાં, પરંતુ તેમને સફળતા મળી ન હતી. મુખ્ય સૂત્રધાર સુરજ લુહાર અગાઉ સાયણ સંચાખાતામાં નોકરી કરતો હતો. ગત ઓગસ્ટમાં બેંકની રેકી કરી ગયો હતો. 20 દિવસ સુધી મિત્ર દીપક મહંતો સાથે બાઇકપર સતત રેકી કરતો રહ્યો હતો. યુનિયન બેંકમાં ચોરી કરવાનું નક્કી કર્યા બાદ પ્લાન બનાવી પરત આવી રેકી કરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો