પોલીસે અલગ અલગ 3 રેડ દરમિયાન 14 જુગારી ઝડપ્યા

0

[ad_1]

Updated: Jan 15th, 2023

– સિહોર, રાણપુર અને મહુવામાં જુગાર

– રોકડ રકમ સહિત જુગાર સાહિત્ય કબ્જે કરી તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી

ભાવનગર : પોલીસને મળેલ પૂર્વ બાતમી આધારે સિહોર, મહુવા અને રાણપુર પોલીસે અલગ અલગ રેડ કરી કુલ ૧૪ જુગારીઓને રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ સિહોર પોલીસે સિહોરના બાલાજીનગરમાં જીવરાજભાઇ વાઘેલાના મકાનની બાજુમાં જાહેર જગ્યામાં મહેશ દીલુભાઇ મહીડા, મનસુખ મુળદાસભાઇ પરમાર, નિલેશ વિનુભાઇ વાઘેલા, જીવરાજ માવજીભાઇ વાઘેલા રોકડ સહિત મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે મહુવા પોલીસને મળેલ બાતમી આધારે બુટીયા નદી પાસે બાવળની કાંટમાં કુંડાળુ વળી જુગાર રમતા ભાદ્રોડના રાજુ પોલાભાઇ પરમાર, ભરત શામજીભાઇ રાઠોડ, દુલા ભાણાભાઇ બાંભણીયા, અલ્તાફ હુસેનભાઇ શેખને રોકડ રકમ તથા ગંજીપાના સાથે અટક કરી હતી. આ ઉપરાંત અન્ય એક જુગારના બનાવમાં રાણપુર પોલીસ પેટ્રોલીંગમાં હતી દરમિયાન મળેલ બાતમી આધારે ઉમરાળા ગામની ધાર વિસ્તારમાં વાડી વિસ્તારની બાજુમાં ખુલ્લી જગ્યામાં ઉમરાળા ગામના હરેશ કાનજીભાઇ મકવાણા, મુન્ના જેરામભાઇ બાવળીયા, વિપુલ બચુભાઇ બાવળીયા, વિજય કાનજીભાઇ મકવાણા, એનિલ બચુભાઇ વસાણી, મુન્ના રણછોડભાઇ મકવાણા તમામને રાઉન્ડઅપ કરી રોકડ તથા જુગાર સાહિત્ય સાથે ઝડપી લઇ તમામ વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *