ભાવનગરમાં આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. શહેરના ઘોઘારોડ પોલીસ મથકમાં મારામારીના આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે આરોપીઓને લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. 15 જાન્યુઆરીના રોજ એક 19 વર્ષીય યુવાનને રજપૂત વાડા TV કેન્દ્ર પાસે ઢોર મારવામાં આવ્યો હતો. અંગત અદાવતની દાઝ રાખીને 19 વર્ષીય યુવાનને 4 શખ્સોએ હથિયાર સાથે માર માર્યો હતો .
પોલીસે ફરિયાદના આધારે 4 આરોપીઓને ઝડપ્યા
તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના મામલે ઘોઘારોડ પોલીસ મથકમાં યુવકની માતાએ ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ બાદ 4 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા અને ત્યારબાદ પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
ભાવનગરમાં ઓનલાઈન જૂગાર રમતા 4 ઝડપાયા
આ સિવાય ભાવનગરમાં ઓનલાઈન જૂગાર રમતા 4 લોકો ઝડપાયા છે. ભરતનગરના બસ સ્ટેન્ડ નજીક 4 લોકો જુગાર રમતા હતા. જ્યાં પોલીસે રેડ કરીને તમામ લોકોને રંગે હાથ ઝડપી લીધા છે. આરોપી રાજ દાઉદિયા, અખ્તર શેખ, રવિ બાંભણિયા અને હનીફની પોલીસે ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.