PM મોદી કરશે પરીક્ષા પે ચર્ચા, 38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન

0

[ad_1]

  • અમદાવાદની સ્કૂલમાં નરહરિ અમીન, કિરીટ સોલંકી આપશે હાજરી
  • ગત વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનમાં 15 ટકાનો વધારો
  • ધોરણ 9થી 12 સુધીના બાળકો, શિક્ષકો અને વાલીઓ ભાગ લેશે

PM મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરશે. જેમાં અમદાવાદમાં 10થી વધુ સ્કૂલોમાં ધારાસભ્યો, સાંસદો ભાગ લેશે. તેમાં નરહરિ અમીન, કિરીટ સોલંકી સ્કૂલોમાં હાજરી આપશે. તથા હસમુખ પટેલ, જગદીશ વિશ્વકર્મા પણ સ્કૂલોમાં જશે. તેમજ પરીક્ષા પે ચર્ચામાં 38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ગત વર્ષની સરખામણીએ 15 ટકાનો વધારો થયો છે.

બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
બાળકોને પરીક્ષાના તણાવમાંથી મુક્ત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની ખૂબ પ્રશંસા થઈ રહી છે અને બાળકોને પણ ઘણો ફાયદો થઈ રહ્યો છે. પરીક્ષાની ચિંતા ઓછી કરવાના વડાપ્રધાન મોદીના પ્રયાસને ઘણો ફાયદો થયો છે. આ કાર્યક્રમમાં ધોરણ 9થી 12 સુધીના બાળકો, શિક્ષકો અને વાલીઓ ભાગ લેશે. તેમને પણ પ્રશ્નો પુછવાની તક મળશે. છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન મોદી દ્વારા અભ્યાસ અને પરીક્ષામાં ઓછા માર્કસના કારણે નિરાશ થયેલા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમને લઈને બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ રીતે પ્રોત્સાહિત થવા બદલ બાળકો પણ વડાપ્રધાનનો આભાર માની રહ્યા છે.

‘પરીક્ષા પે ચર્ચા’ને ટેલિવિઝન સ્ક્રીન દ્વારા નિહાળશે

પરીક્ષા પે ચર્ચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોર્ડની પરીક્ષા આપી રહેલા દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ વર્ષે વિદ્યાર્થીઓ PM મોદી સાથે રૂબરૂ વાત કરી શકશે. તમને જણાવી દઈએ કે, દેશની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘પરીક્ષા પે ચર્ચા’ને ટેલિવિઝન સ્ક્રીન દ્વારા નિહાળશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ આ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *