'PM મોદી દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ', બ્રિટિશ સાંસદે ભરપેટ પ્રશંસા કરી

0

[ad_1]

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો અવાજ બ્રિટિશ સંસદમાં સાંભળવા મળ્યો
  • બ્રિટિશ સાંસદ લોર્ડ કરણ બિલિમોરિયાએ હાઉસ ઓફ લોર્ડ્સમાં પીએમ મોદીના વખાણ કર્યા
  • બિલિમોરિયાએ ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે પણ ગણાવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો અવાજ બ્રિટિશ સંસદમાં સાંભળવા મળ્યો છે બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીની વચ્ચે બ્રિટિશ સાંસદ લોર્ડ કરણ બિલિમોરિયાએ હાઉસ ઓફ લોર્ડ્સમાં પીએમ મોદીના વખાણ કર્યા હતાં. પીએમ મોદી પૃથ્વીના સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાંથી એક છે. બિલિમોરિયાએ ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે પણ ગણાવ્યું હતું.
થોડા દિવસો પહેલા પાકિસ્તાની મૂળના ઈમરાન હુસૈને બ્રિટિશ સંસદમાં બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી અંગે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકના મંતવ્યો પૂછ્યા હતા. તેના જવાબમાં સુનકે કહ્યું હતું કે તે આવા પાત્રાલેખન સાથે સહમત નથી.
પીએમ મોદી વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ

સાંસદ લોર્ડ કરણ બિલિમોરિયાએ 19 જાન્યુઆરીના રોજ બ્રિટિશ સંસદમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, નાનપણમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના રેલવે સ્ટેશન પર તેમના પિતાના ટી સ્ટોલ પર ચા વેચી હતી. આજે તેઓ ભારતના વડાપ્રધાન તરીકે આ પૃથ્વી પરના સૌથી શક્તિશાળી લોકોમાંથી એક છે. આજે ભારત પાસે G20નું પ્રમુખપદ છે. આજે ભારત આગામી 25 વર્ષમાં 32 અબજ યુએસ ડોલરના જીડીપી સાથે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું વિઝન ધરાવે છે.
બ્રિટિશ સાંસદે ભારતની સરખામણી એક્સપ્રેસ ટ્રેન સાથે કરતા કહ્યું હતું કે, ઈન્ડિયન એક્સપ્રેસે સ્ટેશન છોડી દીધું છે. તે હવે વિશ્વની સૌથી ઝડપી ટ્રેન છે. સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા. યુકે તેનું સૌથી નજીકનું મિત્ર અને ભાગીદાર હોવું જોઈએ.
બીબીસી ડોક્યુમેન્ટ્રી વિવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસીની એક ડોક્યુમેન્ટ્રીને લઈને વિવાદ વધી રહ્યો છે. ગુજરાત રમખાણો પરની આ ડોક્યુમેન્ટ્રીમાં પીએમ મોદીને જે રીતે બતાવવામાં આવ્યા છે તેની દરેક જગ્યાએ નિંદા થઈ રહી છે. આ મુદ્દો બ્રિટિશ સંસદમાં પણ ઉઠ્યો હતો. બ્રિટિશ પીએમ ઋષિ સુનકે ડોક્યુમેન્ટ્રી પર પીએમ મોદીનો બચાવ કર્યો હતો. પાકિસ્તાની મૂળના સાંસદ ઈમરાન હુસૈને આ ડોક્યુમેન્ટરીને લઈને સંસદમાં મુદ્દો ઉઠાવ્યો હતો. આના પર ઋષિ સુનકે કહ્યું કે ભારતીય વડાપ્રધાનના પાત્રને જે રીતે દર્શાવવામાં આવ્યું છે તેનાથી તેઓ સહમત નથી.
તે જ સમયે, ભારત સરકારે BBC ડોક્યુમેન્ટરી શેર કરતી ટ્વીટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે તે વીડિયોને પણ બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેમાં ડોક્યુમેન્ટરીનો વિવાદિત ભાગ શેર કરવામાં આવ્યો છે.[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *