Surat Corporation : સુરત શહેરને ગ્રીન સીટી બનાવવા માટેની જવાબદારી પાલિકાના ગાર્ડન વિભાગની છે. ગાર્ડન વિભાગ શહેરમાં રોપેલા છોડ અને રોપાની માવજત કરવા માટે કામગીરી કરે છે પરંતુ હાલમાં ગાર્ડન વિભાગનું વિભાજન કર્યા બાદ ગાર્ડન વિભાગને જ માવજતની જરૂર પડી રહી છે. લાખો રૂપિયા મેઈન્ટેનન્સ પાછળ ધુમાડો છતાં શહેરમાં અનેક જગ્યાએ રોપેલા રોપા માવજતના અભાવે મુરઝાઈ રહ્યાં છે જેના કારણે શહેરની હરિયાળી સાથે સુંદરતામાં પણ ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે પાલિકાએ આપેલું હરિયાળા સુરતનું સુત્ર ઉલ્ટુ થઈ ગયું છે અને તેની સાથે સુરતની સુંદરતામા પણ ઘટાડો થઈ રહ્યો છે.
સુરત પાલિકાએ શહેરને સ્વચ્છ સાથે હરિયાળું બનાવવાની નેમ સાથે સ્વચ્છ સુરત-હરિયાળા સુરતનું સૂત્ર આપ્યું હતું. ત્યાર બાદ શહેરમાં મોટી સંખ્યામાં ડિવાઈડર, ચેનેલાઈઝર અને સર્કલમાં વિવિધ પ્રકારના રોપા-વૃક્ષ રોપવામા આવ્યા છે.