Surat Municipal Corporation : ચોમાસા દરમિયાન શહેરમાં અનેક રસ્તાઓ બિસ્માર થયાં હતા તેના કારણે સુરતીઓને ભારે હેરાનગતિ થઈ હતી. રસ્તા પર પડેલા ખાડા પર શાસકો- મ્યુનિ. કમિશનર ફોટા મુકી વિરોધ પક્ષે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે બાદ ગુરૂવારે વિરોધ પક્ષે છેલ્લા ત્રણ વર્ષમાં રસ્તાની કામગીરી પાછળ 250 કરોડનો ખર્ચ થયો છે તેવા આંકડા જાહેર કરીને રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ કર્યા હતા.
સુરત શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન રસ્તાની હાલત કફોડી થઈ જાય છે અને આ રસ્તાના કારણે સુરતીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.