Phone Free February: હાલમાં માર્કેટમાં ફોન ફ્રી ફેબ્રુઆરી ખૂબ જ જોરશોરમાં ચાલી રહ્યું છે. આ એક ચેલેન્જ છે જેને દુનિયાભરના લોકો દ્વારા સ્વીકારવામાં આવી રહી છે. આ ચેલેન્જ ગયા વર્ષે પણ હતી, પરંતુ ત્યારે એને એટલી લોકપ્રિયતા નહોતી મળી જેટલી આ વર્ષે મળી રહી છે. આજે દરેક વ્યક્તિ પાસે મોબાઇલ હોય છે. એક નહીં, બે-બે પણ હોઈ શકે છે. યૂઝર આજે તેની ફેમિલી સાથે ગયો હોય કે પછી ફ્રેન્ડ્સ સાથે, સતત મોબાઇલમાં રહે છે.