આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. તેના આધારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે. જોકે, લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યારે આજે એટલે કે 03 ડિસેમ્બર, 2024ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે રાજ્ય સ્તરે ભાવમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના મહાનગરો અને દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે.
કાચા તેલનો ભાવ
આજે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ 71 ડોલરને પાર કરી ગયો છે. બ્રેન્ટ ક્રૂડ આજે પ્રતિ બેરલ $71.83 પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ $68.16 પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ભારતની વાત કરીએ તો સરકારી ઓઈલ કંપનીઓએ આજે (મંગળવાર), ડિસેમ્બર 03, 2024ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.
દેશના આ મહાનગરોમાં જાણો ઇંધણના ભાવ
- દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 94.72 રૂપિયા અને ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 90.76 રૂપિયા છે.
- ચેન્નાઈમાં એક લીટર પેટ્રોલ 100.85 રૂપિયા અને ડીઝલ 92.44 રૂપિયા પ્રતિ લીટર છે.
- મુંબઈમાં પેટ્રોલ 103.44 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.97 રૂપિયા પ્રતિ લીટર છે.
ગુજરાતના મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ
શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
અમદાવાદ | 94.49 | 90.17 |
ભાવનગર | 96.11 | 91.78 |
જામનગર | 94.51 | 90.19 |
રાજકોટ | 94.27 | 89.96 |
સુરત | 94.75 | 90.44 |
વડોદરા | 94.23 | 89.90 |
ઘરે બેઠા પેટ્રોલ અને ડીઝલના ભાવ તપાસો