જે લોકો ચોવીસ કલાક બ્લૂટૂથ ઓન રાખે છે તેમણે સાવધાની રાખવી જરૂરી

0

[ad_1]

 • હેકર્સનું નવું હથિયાર : બ્લૂબગિંગ
 • બ્લૂબગિંગથી જેતે યૂઝર્સની વાતોને પણ રેકોર્ડ કરી શકાય છે
 • હેકર્સ તમારા વાયરલેસ ઇયરપ્લગને હેક કરીને ડેટા પણ હેક કરી શકે

હેકર્સ એવા યૂઝર્સનો શિકાર કરે છે જેઓ સ્માર્ટફોન, લેપટોપ તેમજ વાયરલેસ ઇયરપ્લગ અને એરપોડનો ઉપયોગ (હેક) કરે છે. જેને બ્લૂબગિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ બ્લૂબગિંગથી જેતે યૂઝર્સની વાતોને પણ રેકોર્ડ કરી શકાય છે. હેકર્સ તમારા વાયરલેસ ઇયરપ્લગને હેક કરીને ડેટા પણ હેક કરી શકે છે. હેકર્સ ડિવાઇસની સાથે પૅયરિંગ કરીને તેમાં માલવેર ઇન્સ્ટોલ કરી દે છે અને ડિવાઇસની સિક્યોરિટીને ડિસેબલ કરી નાખે છે. આ પ્રોસેસને બ્લૂબગિંગ કહેવામાં આવે છે. બ્લૂબગિંગથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે.

બ્લૂબગિંગ શું છે?

બ્લૂબગિંગ એક પ્રકારની હેકિંગ પ્રોસેસ છે. આ પ્રોસેસથી હેકર્સ કોઇ પણ ચાલુ ડિવાઇસને સર્ચ બ્લૂટૂથ કનેક્શનના માધ્યમથી જેતે યૂઝર્સના ડેટા પણ એક્સેસ કરી લેતા હોય છે. જો એક વાર હેકર્સ તમારી ડિવાઇસ હેક કરી લે તો તે તમારા ફોન પર થનારી તમામ વાતો સરળતાથી સાંભળી શકે છે. તે ઉપરાંત તમારા મેસેજ પણ વાંચી શકે છે અને તેને કોઇ અન્યને પણ મોકલી શકે છે. હેકર્સ બ્લૂબગિંગ દ્વારા બ્લૂટૂથ ડિવાઇસને હાઇજેક કરે છે સાથેસાથે તમારી ડિવાઇસના તમામે તમામ ડેટા પણ જોઇ શકે છે. એક વાર ડેટા હેક થયા બાદ તમારી ડિવાઇસથી થનારી વાતો-મેસેજ પણ જોઇ શકે છે. તેથી પણ વધુ જોખમી બાબત એ છે કે, બ્લૂબગિંગ કરેલા ફોન પર આવનારા ઓટીપીને એક્સેસ સરળતાથી કરી શકાય છે. જો તમારી ડિવાઇસનું બ્લૂટૂથ ડિસ્કવરેબલ છે તો દસ મીટર સુધીના અંતરમાં કોઇ પણ હેકર્સ તમારો શિકાર સરળતાથી કરી શકે છે. તમારી ડિવાઇસથી પૅર થયા બાદ હેકર્સની પહેલો પ્રયત્ન તમારી ડિવાઇસમાં માલવેર ઇન્સ્ટોલ કરવાનો અને ડિવાઇસની સિક્યોરિટી ફીચરને ડિસેબલ કરવાનો રહે છે. માલવેર ઇન્સ્ટોલ થયા બાદ યૂઝર્સનો ડેટા સરળતાથી ચોરી લેવામાં આવે છે. 10 મીટરના અંતર સુધી હેકર્સ એક ડિવાઇસને હેક કરી શકે છે અને કનેક્ટ કરી શકે છે. ડિવાઇસ સાથે કનેક્ટ કરવા માટે હેકર્સ કનેક્ટિવિટી કોડને ક્રેક કરે છે. આવા સમયે ડિવાઇસ કનેક્ટ થઇ ગયા બાદ હેકર્સ બેંકિંગ એપ્સથી પૈસાની લેવડદેવડ પણ ત્વરિત કરી લેતા હોય છે.

તમારું બ્લૂટૂથ સેફ છે કે નહીં, કેવી રીતે ચેક કરશો?

 • તમારી ડિવાઇસ પર સતત ફાલતુ એલર્ટનો મારો ચલાવવામાં આવે છે.
 • બ્લૂટૂથ ડિવાઇસ વધુ ગરમ થાય.
 • લેપટોપ કે અન્ય ડિવાઇસ અચાનક જ સખત ગરમ થઇ જાય.
 • કોઇ પણ પ્રકારના પોપ-અપ આવ્યા કરે.
 • ડિવાઇસ ખરાબ પરફોર્મન્સ આપે.
 • બેટરી સતત ઊતરતી જણાય.

બ્લૂબગિંગથી કેવી રીતે બચશો?

 • જ્યારે પણ ડિવાઇસ યૂઝમાં ન હોય તો હંમેશાં ડિવાઇસનું બ્લૂટૂથ બંધ રાખવું.
 • બ્લૂટૂથ સેટિંગમાં પોતાનું (ડિવાઇસ)નું અન્ય ડિવાઇસ માટે વિઝિબલ બંધ કરી દો.
 • હંમેશાં ડિવાઇસમાં લેટેસ્ટ સોફ્ટવેર અને ઉપલબ્ધ સિક્યોરિટીને અપડેટ કરતા રહો.
 • પબ્લિક વાઇ-ફાઇનો યૂઝ ક્યારેય ન કરવો.
 • ક્યારેય પણ પબ્લિકલી, અજાણ્યા પ્લેસમાં કે કોઇ અજાણી ડિવાઇસ દ્વારા બ્લૂટૂથ પૅયરિંગ ડિમાન્ડને ક્યારેય એક્સેપ્ટ ન કરો.
 • જો કોઇ જાણીતી વ્યક્તિ સાથે પૅયરિંગ કરો તો તેની સાથે તમે ખરાઇ કરી લો કે પૅયરિંગ કરનાર તે પોતે જ છે કે કોઇ અન્ય વ્યક્તિ.
 • જ્યારે પણ તમે પબ્લિક વાઇ-ફાઇને યૂઝ કરતા હો તો તમારી ડિવાઇસને રિબૂટ કરો અથવા તો તમારી ડિવાઇસને રિસેટ કરો.
 • હંમેશાં એક વાતનું ધ્યાન રાખો કે ક્યારેય પણ તમારી બ્લૂટૂથ ડિવાઇસનું નામ તમારું નામ કે તમારું નિકનેમ ન રાખવું.
 • ઘણા યૂઝર્સ બ્લૂટૂથ ડિવાઇસનું નામ પોતાના ઘર નંબર, બાઇક નંબર કે કાર નંબર પરથી રાખતા હોય છે જે ક્યારેક જોખમી સાબિત થાય છે. માટે તમારી બ્લૂટૂથ ડિવાઇસનું નામ ખૂબ જ અટપટું રાખો.
 • ડિવાઇસ પર એન્ટિ વાઇરસ એપ્લિકેશન યૂઝ ન કરો તેમજ પોતાની ડિવાઇસને વાઇરસ અને માલવેર માટે સ્કેન કરો.
 • બ્લૂટૂથ સાથે જોડાયેલી તમામ ડિવાઇસ પર બાજનજર રાખો અને તમારી ડિવાઇસમાં સેવ કરેલી અન્ય ડિવાઇસનો જો ઉપયોગ ન હોય તો તેને નિકાળી દેવી જોઇએ.
 • જો ડિવાઇસમાં સેન્સેટિવ ડેટા હોય તો તેને બ્લૂટૂથથી ક્યારેય શૅર કે ટ્રાન્સફર ન કરવા, તે ક્યારેક જોખમી સાબિત થઇ શકે છે.
 • ડિવાઇસ પર સિસ્ટમ સોફ્ટવેરને સમયાંતરે અપડેટ કરતા રહેવું જોઇએ.
 • ક્યારેય પણ તમારી ડિવાઇસમાં કોઇ આકસ્મિક ડિવાઇસ પૅરની રિક્વેસ્ટ મોકલે તો તેને ક્યારેય સ્વીકારવી નહીં.
 • બ્લૂબગિંગથી બચવા માટે હંમેશાં High-quality VPN સર્વિસ એક સારો ઉકેલ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *