તમારા નામે સત્તામાં બેઠેલા લોકો નિષ્ફળ ગયા,હે ભગવાન શ્રી રામ તમે જ યુવાનોને બચાવી શકોઃ કોંગ્રેસના પૂર્વ MLA

0

[ad_1]

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે પેપર લીક મામલે ભગવાન શ્રી રામને પત્ર લખ્યો

Updated: Jan 30th, 2023

અમદાવાદ, 30 જાન્યુઆરી 2023 સોમવાર

ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનુ પેપર લીક થઈ ગયું હતું. આ મામલે રાજ્યમાં ઠેરઠેર ચક્કાજામ, ટાયર સળગાવવા, સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગુજરાત એટીએસ દ્વારા વડોદરાથી 15 શખ્સોને પેપર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.આ મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે આ મામલે ભગવાન શ્રીરામને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યું કે, ગુજરાતમાં ઘણા વર્ષોથી આપના નામ પર ચૂંટાતી સરકાર સાશનમાં છે. હવે ભગવાન શ્રીરામ તમેજ એકજ અમારા યુવાનોને બચાવી શકો છો. 

પ્રતાપ દૂધાત અનેક વખત ચર્ચામાં રહ્યાં છે
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત ખેડૂતોના પ્રશ્ને અનેક વખત અધિકારીઓને ખખડાવતા જોવા મળ્યા છે. રાજ્યમાં સતત પેપર લીક થવા મામલે પ્રતાપ દૂધાતે ભગવાન શ્રી રામને પત્ર લખ્યો છે.તેમા જણાવ્યું કે, આજે પ્રભુ આપને પત્ર પાઠવવાની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ છે કે ગુજરાતમાં ઘણા વર્ષોથી આપના નામ પર ચુંટાતી સરકાર સાશન માં છે. ગુજરાતમાં લાખો બે રોજગાર યુવાનો છે. ત્યારે બેરોજગાર યુવાનો જ્યારે જયારે પરિક્ષામાં પેપર આપવા જાય છે. ત્યારે પેપર ફૂટવાની ઘટનઓ બને છે.

આટલા પેપરો ફૂટી ગયા
વર્ષ 2014માં ચીફ ઓફિસરનું પેપર, 2015માં તલાટી મંત્રીનું પેપર, 2018માં મુખ્ય સેવિકા અને TATનું પેપર નાયબ ચિટનીસનું પેપર લોક રક્ષક નું પેપર, 2019 માં બિન સચિવાલય વર્ષ 2021માં હેડ ક્લાર્કનું પેપર,  DGVCL વિધુત સહાયક પેપર, 2022 માં વન રક્ષકનું પેપર, સબ ઓડિટરનું પેપર વર્ષ 2023માં જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક થયા છે. લોકશાહીમાં સતાધારી લોકો તમારા નામ પર મદમસ્ત બની લોકોને ન્યાય આપવામાં નિષ્ફળ નીવડેલ છે. હવે બચાવી શકો તો ભગવાન શ્રીરામ તમેજ એકજ અમારા યુવાનોને બચાવી શકો છો, ત્યારે આપના મારફત સરકારનું ધ્યાન દોરવામાં આવે તેવી મારી વિનંતિ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *