30.4 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, એપ્રિલ 23, 2025
30.4 C
Surat
બુધવાર, એપ્રિલ 23, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યBharatના 7 મિલિયન લોકો પર મંડરાઈ રહી છે આ સાયલન્ટ કિલર બિમારી

Bharatના 7 મિલિયન લોકો પર મંડરાઈ રહી છે આ સાયલન્ટ કિલર બિમારી


થિક હાર્ટ સિન્ડ્રોમ એક આનુવંશિક બિમારી છે, જેને મેડિકલની ભાષામાં હાઈપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી પણ કહેવામાં આવે છે. જેમાં હર્દયની નસો ખૂબ મોટી થવા માંડે છે, જેનાથી હ્રદય યોગ્ય રીતે પંપ કરી શકતું નથી, જેના કારણે હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે.

HCM ને કારણે જીન મ્યૂટેશન થાય છે, જે હ્રદયની માંસપેશીઓના વિકાસને વધારે છે. એક અભ્યાસ અનુસાર દુનિયાભરમાં દર 200 માંથી 1 વ્યક્તિને આ સિન્ડ્રોમ છે. એના ભારતના લગભગ 2.86 થી 7.2 મિલિયન લોકોને આ સિન્ડ્રોમ થવાની સંભાવના છે.

HCM સાયલન્ટ કીલર સિન્ડ્રોમ છે.

વોશિંગ્ટન યુનિવર્સિટીના નેફ્રોલોજીસ્ટ ડો. રુચા પાંડેએ જણાવે છે કે HCM ના ઘણા દર્દીઓમાં તેના લક્ષણો દેખાતા નથી અને તેમને ખબર પણ હોતી નથી કે તેઓ આ સમસ્યા સામે લડી રહ્યા છે. આ બિમારી એક સાયલન્ટ કિલરની જેમ છે. કેટલાક દર્દીઓને ખાસ કરીને કસરત કરતી વખતે શ્વાસની તકલીફ, હ્રદયમાં દુઃખાવો, બેભાન થઈ જવું, હાર્ટ બીટ્સ વધી જવી જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.

થિક હાર્ટ સિંડ્રોમની સારવાર

આ બિમારીની સારવાર મોટા ભાગે કેટલાક સરળ ટેસ્ટ જેવા કે ઈલેક્ટોકાર્ડિયોગ્રામ અને ઈકોકાર્ડિયોગ્રામના માધ્યમથી કરવામાં આવે છે, જેથી હ્રદયની માંસપેશીઓની મોટાઈ માપી શકાય. ઘણી વખત એમઆરઆઈની પણ આવશ્યક્તા પડે છે. DNA ટેસ્ટથી પણ હાર્ટ સિન્ડ્રોમનું નિદાન કરી શકાય છે. આ સાયલન્ટ કીલર બિમારીની સારવાર તેની ગંભીરતા પર નિર્ભર કરે છે. કેટલીક દવાઓ જેવી કે બીટા-બ્લોકર્સ અને કેલ્શિયમ ચેનક બ્લોક્સ હ્રદયને આરામ આપવા અને બ્લડ ફ્લોને સુધારવામાં મદદ કરે છે. કેટલાક ગંભીર કેસમાં હ્રદયની માંસપેશીઓની જાડાઈને ઓછી કરવા માટે સર્જરી અથવા ઈમ્પ્લાટેબલ ડિફિબ્રિલેટરની જરુર પડે છે

Disclaimer: આ સમાચાર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. સંદેશ ન્યૂઝ આ સમાચારની પૃષ્ટિ કરતું નથી. કંઈ પણ ટ્રાય કરતા પહેલા ડોક્ટરની સલાહ જરુરથી લે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય