દાંડિયાબજાર વિસ્તારમાં રોડ પર પાણીની રેલમછેલ બીજી બાજુ લોકોને પાણી મળતું નથી

0

[ad_1]

ત્રણ મહિનામાં ત્રીજી વખત લિકેજ સમસ્યા હલ ન થાય તો આંદોલન

Updated: Jan 21st, 2023

 વડોદરા,વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં શંકર ટેકરી, નીલકંઠેશ્વર મંદિર પાસે છેલ્લા ત્રણ દિવસથી પાણીની લાઇનમાં ભારે લિકેજ હોવાથી પાણીનો વેટફાટ થઇ રહ્યો છે, અને રોડ પર પાણીની રેલમછેલ જોવા મળે છે. લોકોને વિસ્તારમાં પૂરતું પાણી પણ મળતું નથી.

કોર્પોરેશનના તંત્રનું ધ્યાન દોરવા છતાં લિકેજ રિપેરિંગ કરવા કોઇ આવ્યું નથી. છેલ્લા ત્રણ મહિનામાં આ ત્રીજી વખત લિકેજ થયું છે. વહીવટી અને ઇલેકશન વોર્ડ નં.૧૩ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ આ વોર્ડના સમાવિષ્ટ વિસ્તારો જેવા કે વિજય સોસાયટી વિભાગ-૧ અને ૨, આર.વી. દેસાઇ રોડ, વસંત વિહાર કોલોની, સલાટવાડા શાસ્ત્રીપોળ, બારોટ મહોલ્લો, વણીકર પાગા, કાસાર ફળીયું, રાજમહેલ રોડ ગુંદા ફળિયા, ખાડીયા પોળ-૧-૨, હાથીપોળ, ડેરાપોળ, દાંડીયાબજાર, શંકર ટેકરી, ગોવિંદ ભવનની આસપાસના અન્ય વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણી ડ્રેનેજયુક્ત ગંદુ અને કાળુ આવે છે અને પાણીનું પ્રેશર પણ ઘણું ઓછુ આવે છે. આ તમામ વિસ્તારના રહીશો દ્વારા ફરિયાદો કરવામાં આવી છે. તેઓની આવી ગંભીર સમસ્યાનું વહેલીતકે તાત્કાલિક નિરાકરણ નહી આવે તો વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. નિરાકરણ નહી આવે રહીશો આંદોલન દ્વારા તંત્રને ઢંઢોળશે તેવી ચીમકી અપાઇ હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *