સ્ટેટ જીએસટીની બીટૂસી ડ્રાઈવ : બીલ વગરના ખરીદી-વેચાણના વ્યવહારો સામે કાર્યવાહી
બીલ વગર માલનું ખરીદ-વેચાણ થતું હોવાનું તપાસમાં ખુલતા દંડ ફટકાર્યો, બોટાદ-અમરેલીમાં પણ તપાસ થઈ
ભાવનગર: ભાવનગર શહેરની એક અગ્રણી મોબાઈલ એસેસરિઝની પેઢીના ત્રણ સ્થળોએ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી જે બે દિવસ ચાલી હતી. વિભાગની તપાસમાં બીલ વગર માલની ખરીદી અને વેચાણ થતું હોવાનું ખુલતા પેઢીને આશરે ૮ થી ૯ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનંું સુત્રો તરફથી જાણવા મળ્યું છે. તેમજ વિભાગ દ્વારા હાલ બીટૂસી કેટેગરી હેઠળ થતાં બીલ વગરના વ્યવહારો સામે ડ્રાઈવ ચાલી રહી હોવાથી આગામી દિવસોમાં વિભાગ આક્રમક કાર્યવાહી કરશે તેવું પણ જાણવા મળ્યુ છે.