કોંગ્રેસ+AAPના મત વધ્યા તે 55 ક્ષેત્રોમાં ભાજપના મતો વધારવા પાટિલનો આદેશ

0

[ad_1]

  • કારોબારીના આરંભે જ પાટિલે MLA, સંગઠનને બૂથ વાઈઝ ડેટા પકડાવ્યો
  • 72 પાલિકા, બે જિલ્લા, 17 તા.પંચાયતની ચૂંટણી જીતવા મંથન
  • ભાજપના મત વધે તેનુ ધ્યાન રાખવા આદેશ કર્યો હતો

સુરેન્દ્રનગરમાં ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી શરૂ થઈ છે. સોમવારે સાંજે કારોબારીના આરંભે જ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે વિધાનસભા ચૂંટણીમાં જ્યાં કોંગ્રેસ અને AAPને ભાજપ કરતા વધુ મત મળ્યા તેવા 55 મતક્ષેત્રોમાં ચૂંટાયેલા ભાજપના 30 ધારાસભ્યો, પ્રભારી સહિત સગંઠનના હોદ્દેદારોની બેઠક યોજી તમામને બુથ વાઈઝ ડેટા પકડાવ્યો હતો. બેઠકમાં પાટિલે 72 નગરપાલિકા, બે જિલ્લા અને 17થી વધુ તાલુકા પંચાયતોમાં યોજાનારી ચૂંટણી અને બાદમાં લોકસભા ચૂંટણીમાં ડિસેમ્બર- 2022નું પુનરાવર્તન ન થાય, ભાજપના મત વધે તેનુ ધ્યાન રાખવા આદેશ કર્યો હતો.

વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકોમાંથી 128 મતક્ષેત્રોમાં AAPના ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી. પરંતુ, તે સિવાયની 52થી 55 બેઠકો એવી હતી જ્યાં AAP કે કોંગ્રેસ અથવા આ બંને હરિફ પક્ષોના ઉમેદવારોએ ભાજપના ઉમેદવારો કરતા વધુ મત મેળવ્યા હતા અથવા ભાજપના ઉમદેવારો પાતળી સરસાઈથી વિજેતા થયા હતા.

આજે તમામ મંત્રીઓ સુરેન્દ્રનગરમાં હાજર

સુરેન્દ્રનગરમાં પ્રદેશ કારોબારીના બીજા દિવસ મંગળવારે સરકારના તમામ મંત્રીઓ હાજર રહેશે. મંગળવારે ડેટા મેનેજમેન્ટ અને તેના ઉપયોગ અંગે પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ ત્યારબાદ સરકારીની માહિતી અંગે સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્મા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પ્રેઝન્ટેશન રજૂ કરશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *