વડોદરાના વાઘોડિયામાં વિદેશી વિદ્યાર્થીને ચોર સમજીને માર માર્યો હતો. જેમાં આંકડિયાપુરા ગામે વિદેશી વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. તેમાં પારુલ યુનિ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર માર્યો હતો. વાઘોડિયાના શુભમ પ્લાઝામાં રહી અભ્યાસ કરે છે. તેમાં રવિવારે સાયકલ લઇ કામ અર્થે વિદ્યાર્થી નીકળ્યો હતો. તેમાં ગ્રામજનોએ વિદેશી વિદ્યાર્થીને ચોર સમજી માર માર્યો હતો.
વિદ્યાર્થીને ઢોર માર મારનાર ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો
વિદ્યાર્થીને ઢોર માર મારનાર ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તેમજ માર મારનાર 4 લોકોની ઓળખ, અન્ય 10ની શોધખોળ શરૂ છે. પારુલ યુનિમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીને ચોર સમજી ગ્રામજનોએ ઢોર માર માર્યો છે. આંકડિયા પુરા ગામેથી પસાર થતા વિદેશી વિદ્યાર્થીને ઢોર માર માર્યો છે. પારુલ યુનિવર્સિટીમાં બીએસસી ન્યુરો સાયન્સના બીજા વર્ષમાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે. તેમાં પાયોએરિક નામનો વિદ્યાર્થી વાઘોડિયાના શુભમ પ્લાઝામાં રહી અભ્યાસ કરે છે. પાયોએરિક રવિવારની રજા હોવાથી સાયકલ લઇ કામ અર્થે નીકળીયો હતો.
પોલીસે વિદેશી વિદ્યાર્થીને ઢોર માર મારનાર ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો
આંકડિયા પુરા ગામ પાસે ગ્રામજનોએ પાયોએરિકને ચોર સમજી ઢોર માર માર્યો છે. વિદેશી વિદ્યાર્થી પાયોએરિક ગ્રામજનોના મારથી બચવા સાયકલ મૂકી સ્થળ પરથી ભાગ્યો હતો. તેમજ ઇજાગ્રસ્ત વિદેશી વિદ્યાર્થી સારવાર અર્થે પારુલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. જેમાં વાઘોડિયા પોલીસે વિદેશી વિદ્યાર્થીને ઢોર માર મારનાર ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. હાલ પોલીસે આંકડિયા પુરા ગામના 4 લોકોની ઓળખ કરી અન્ય 10ની ઓળખ બાકી છે. તેમજ સમગ્ર મામલે તપાસ હાથધરી છે.