27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
27 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદેશPM Modi Winter Session: જનતાએ નકાર્યા તે લોકો ચર્ચા થવા દેતા નથી

PM Modi Winter Session: જનતાએ નકાર્યા તે લોકો ચર્ચા થવા દેતા નથી


આજથી સંસદનું શીતકાલીન સત્ર શરૂ થઇ રહ્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારની સત્તામાં વાપસી અને ઝારખંડમાં ઈન્ડિયા એલાયન્સની જીતની પૃષ્ઠભૂમિમાં સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્ર 20મી ડિસેમ્બર સુધી ચાલશે. વકફ એક્ટ સહિત 16 બિલ આ સત્ર દરમિયાન રજૂ કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. ત્યારે પીએમ મોદી હાલ સંસદ ભવન પહોંચ્યા છે. 
માહોલ શીત રહેશે- પીએમ મોદી 
પીએમ મોદીએ સંસદ સત્ર શરૂ થયા પહેલા સંબોધન કરતા જણાવ્યું કે શીતકાલીન સત્રની જેમ સંસદનો માહોલ પણ શીત જ રહે છે. સંસદનું આ સત્ર અનેક પ્રકારે ખાસ છે. વધુમાં તેમણે વિપક્ષ પર વાર કરતા જણાવ્યું કે  કેટલાક લોકો જેમને જનતાએ નકારી કાઢ્યા છે તે મુઠ્ઠીભર લોકો દ્વારા ગુંડાગીરી દ્વારા સંસદને નિયંત્રિત કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. દેશના લોકો તેમના દરેક કાર્યોની ગણતરી કરે છે અને જ્યારે સમય આવે છે ત્યારે તેઓ તેમને સજા પણ આપે છે.
નવા સંસદ સભ્યોના અધિકારો છીનવી લે છે- પીએમ મોદી
 સૌથી દુઃખદ વાત એ છે કે નવા સંસદસભ્યો નવા વિચારો, નવી ઉર્જા લઈને આવે છે અને તેઓ કોઈ એક પક્ષના નથી પરંતુ તમામ પક્ષોના છે. કેટલાક લોકો તેમના અધિકારો છીનવી લે છે અને તેઓને ગૃહમાં બોલવાની તક પણ મળતી નથી…
જનતાએ નકાર્યા તેઓ ચર્ચા નથી થવા દેતા 
જેમને 80-90 વખત લોકો દ્વારા સતત નકારવામાં આવ્યા છે તેઓ સંસદમાં ચર્ચાઓ થવા દેતા નથી. તેઓ ન તો લોકશાહીની ભાવનાનું સન્માન કરે છે અને ન તો તેઓ લોકોની આકાંક્ષાઓનું મહત્વ સમજે છે. તેમના પ્રત્યે તેમની કોઈ જવાબદારી નથી, તેઓ તેમને સમજવામાં અસમર્થ છે અને પરિણામ એ છે કે તેઓ ક્યારેય લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરતા નથી.”
બંધારણના 75મા વર્ષની ઉજવણી 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે “2024નો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે અને દેશ 2025ની તૈયારી કરી રહ્યો છે. સંસદનું આ સત્ર અનેક રીતે ખાસ છે અને સૌથી મહત્વની બાબત એ છે કે બંધારણના 75મા વર્ષની શરૂઆત થઈ રહી છે. આવતીકાલે સંવિધાન સદન, દરેક વ્યક્તિ આપણા બંધારણના 75મા વર્ષની ઉજવણી કરશે.


આ મુદ્દે સંસદમાં થઇ શકે ઉગ્ર ચર્ચા
વિપક્ષી પાર્ટીઓ સંસદના શિયાળુ સત્ર દરમિયાન મણિપુર, વક્ફ બિલ અને અદાણીનો મુદ્દો ઉઠાવી શકે છે. ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને ઉત્તર પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણીમાં જીત બાદ ભાજપ અને એનડીએનો ઉત્સાહ ઊંચો રહેવાની શક્યતા છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં હાર છતાં, કોંગ્રેસે લોકસભાની બંને બેઠકો પરની પેટાચૂંટણી જીતી હતી. કેરળમાં પ્રિયંકા ગાંધી ચાર લાખથી વધુ મતોથી જીત્યા હતા. તે શિયાળુ સત્રથી પહેલીવાર સંસદીય જીવનની સફર શરૂ કરશે.

કેટલા બિલ પર થશે ચર્ચા ?
પીએમ મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે 20 ડિસેમ્બર સુધી ચાલનારા સત્ર માટે વકફ એક્ટ એમેન્ડમેન્ટ બિલ સહિત 16 બિલની યાદી બનાવી છે. વકફ (સુધારા) બિલની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પેનલમાં આ સત્રમાં પોતાનો રિપોર્ટ સોંપવાના છે. વિપક્ષી સદસ્યોએ પેનલને પોતાનો રિપોર્ટ સોંપા માટે સમય વધારવાની માગ કરી છે.
મળતી માહિતી અનુસાર સત્ર દરમિયાન પાંચ બિલને પસાર કરવા, વિચાર કરવા અને મંજૂર કરાવવા માટે સૂચી બદ્ધ કરવામાં આવ્યા છે. જ્યારે 10 બિલને વિચાર અને પસાર કરવા માટે સૂચિબદ્ધ કરાયા છે.





Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય