કલેક્ટર કચેરી કંપાઉન્ડમાં ભંગાર વાહનોનો ખડકલો, પાર્કિંગ સમસ્યા

0

[ad_1]

  • સરકારી કચેરીઓ છતા પાર્કિંગની અપૂરતી વ્યવસ્થા
  • અધિકારીઓના વાહનોથી જ પાર્કિંગ ફૂલ, મુલાકાતીઓએ રોડ પર વાહનો પાર્ક કરતા ટ્રાફિકજામ
  • શહેરના અન્ય રાજમાર્ગો પર પણ ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે

શહેરના કોઠી ખાતે આવેલી જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આમ પણ પાર્કિંગની અપૂરતી સુવિધા છે. જરૂરિયાત કરતા ત્યાં નાનુ પાર્કિંગ છે એવામાં ત્યાં જૂના ભંગાર થઈ ગયેલા વાહનો લાંબા સમયથી ખડકી દેવાતા લોકોએ રોડ પર વાહનો પાર્ક કરવાનો વારો આવે છે અને રોડ પર પીક અવર્સમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.

કોઠી ખાતે જિલ્લા કલેક્ટર કચેરી આવેલી છે. જેની બાજુમાં જિલ્લા પોલીસ વડા, રેન્જ આઈજીપીની કચેરી પણ છે. આ સિવાય કુબેર ભુવન પણ છે. ત્યારે ત્યાં સવારે કચેરીઓ ખુલે ત્યારથી લોકોની અવર જવર શરૂ થઈ જતી હોય છે. જેથી કામ અર્થે આવતા લોકો તેમના વાહનો પાર્ક કરતા હોય છે. એવામાં સરકારી અધિકારીઓના વાહનોનો પણ ત્યાં પાર્ક થતા હોય છે.

જોકે, તે પાર્કિંગ કચેરીઓને જોતા અપૂરતુ છે અને નાનુ છે. એવામાં ત્યાં જૂના ભંગાર થઈ ગયા હોય તેવા સરકારી વાહનો ત્યાં પાર્ક કરી દેવામાં આવ્યા છે. છેલ્લા ઘણા મહિનાઓથી આ વાહનો તેની જગ્યા પરથી કણ માત્ર પણ હટાવવામાં આવ્યા નથી. ત્યારે પહેલાથી જ ત્યાં પાર્કિંગની મોટી સમસ્યા છે એવામાં ભંગાર વાહનો ત્યાં મૂકી રખાતા લોકોએ રોડ પર વાહનો પાર્ક કરવાની નોબત આવી છે. ત્યાં જે પાર્કિંગ થાય છે તે પણ આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે. પોલીસ કર્મચારીને ત્યાં ફરજ પર મૂકવામાં આવ્યો છે, પરંતુ નિષ્ઠાપૂર્વક કામગીરી કરતા નહીં હોવાથી મનફાવે તે રીતે વાહનો પાર્ક થતા હોય છે જેથી પૂરતા પ્રમાણમાં પાર્કિંગનો ઉપયોગ પણ થતો નથી.

આગળની બાજુએ ફોર વ્હિલર મૂકેલી હોય છે અને પાછળની બાજુએ આખી જગ્યા ખાલી હોય છે પરંતુ કાર પાર્કિંગ માટેની ત્યાં જગ્યા પણ હોતી નથી. આ ભંગાર વાહનોને રીપેર કરાવવા કે ભંગારમાં વેચી દેવાને બદલે એન્ટીક પીસ હોય તેમ સાચવી રાખવા પાર્કિંગમાં ખડકલો કરી દેવાયો છે. શહેરના અન્ય રાજમાર્ગો પર પણ ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *