પેપરલીક કાંડ: પ્રદિપ પેપર લાવ્યો અને રૂ.12થી 15 લાખ પર કેન્ડિડેટના

0


  • હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી આવ્યું હતું પેપર
  • સ્ટેક વાઇઝ ટેકનોલોજી કોચિંગમાં આવ્યું હતું પેપર
  • કેતન બારોટ અને શેખર નામના યુવાનની સંડોવણી

પેપરલીક મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર આવ્યું હતું. તેમજ વડોદરાના માંજલપુર વિસ્તારમાં સૌ પ્રથમ પેપર આવ્યા હતા. તેમાં પ્રદિપ નામનો વ્યક્તિ પેપર લાવ્યો હોવાની માહિતી સામે આવી છે.

કેતન બારોટ અને શેખર નામના યુવાનની સંડોવણી
વડોદરાની સ્ટેક વાઇઝ ટેકનોલોજી કોચિંગમાં પેપર આવ્યું હતું. જેમાં પેપર શીખવા રૂપિયા 12થી 15 લાખ પર કેન્ડિડેટનો ભાવ હતો. તેમાં 40થી 50 વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. તથા પેપર ફૂટવાનું સૌથી મોટુ કૌભાંડ ખુલે તેવી શક્યતા છે. કેતન બારોટ અને શેખર નામના યુવાનની સંડોવણી છે. તથા ઓડિશાના નાયક નામનો યુવક ATSના જાપ્તામાં છે. અગાઉ પણ પેપરલીકમાં શંકાસ્પદ સંડોવણી હતી.

ગુજરાતમાં અલગ અલગ ત્રણ જગ્યાએ ATSની તપાસ શરૂ

રાજ્ય બહારથી પેપર ફૂટ્યુ હોવાની આશંકા છે. જેમાં વડોદરાના યુવક સામે ગુજરાત ATSએ કાર્યવાહી કરી છે. તથા ATSની વધુ ટીમ અન્ય રાજ્યમાં તપાસ માટે રવાના થઇ છે. તેમજ ગુજરાત સિવાય અન્ય રાજ્યોનું કનેક્શન સામે આવ્યુ છે. તથા પ્રાથમિક તપાસમાં 10થી વધુ આરોપીઓ હોવાનું સામે આવ્યું છે. તેમજ મોટા ભાગના આરોપીએ ગુજરાત બહારના હોવાનું સામે આવ્યું છે. તેથી ગુજરાતમાં અલગ અલગ ત્રણ જગ્યાએ ATSની તપાસ શરૂ કરવામાં આવી છે.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *