પાંડેસરાના સુર્યાનગર સોસાયટીની ઘટના: પાંડેસરા પોલીસના પીએસઆઇ સહિતે બેને ગોંધી દઇ કોલર પકડી ઝપાઝપી

0

[ad_1]

Updated: Jan 22nd, 2023

– ગુમ યુવતીની શોધખોળ માટે પોલીસે દરોડા પાડયાઃ યુવતીને ભગાડી જનાર યુવકના પિતાએ અને સંબંધીઓએ ગોંધી દીધા, અન્ય પોલીસ આવતા તેમની સાથે પણ ઝપાઝપી કરતા પોલીસે બળપ્રયોગ કર્યો

સુરત
પાંડેસરાની સુર્યાનગર સોસાયટીમાં ગુમ યુવતીની તપાસમાં જનાર સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ અને હે. કોન્સ્ટેબલને ગોંધી દઇ ઝપાઝપી કરી હતી. જેને પગલે દોડી જનાર પાંડેસરા પોલીસ સ્ટેશનના અન્ય પોલીસ જવાનનો પણ કોલર પકડી માર મારતા છેવટે પોલીસે બળપ્રયોગ કરી ત્રણ વિરૂધ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બે દિવસ અગાઉ 27 વર્ષીય યુવતીના ગુમ થયાની અરજી થઇ હતી. યુવતીના પિતાએ દેવકી નંદન સ્કૂલની બાજુમાં સુર્યાનગર સોસાયટીના પ્લોટ નં. 162, 163 અને 164 માં રહેતો સુરજ મુરારી પટેલ ભગાડી ગયો હોવાની શંકા વ્યકત કરતા ગત રાતે પાંડેસરા પોલીસના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ ડી.ડી. ચૌહાણ અને હે. કો. સુનીલ નાગરભાઇ ગત રાતે સુરજના ઘરે તપાસમાં ગયા હતા. જયાં સુરજ અંગે તેના પિતા મુરારી અર્જુન પટેલની પૂછપરછ કરતા તેમણે ગાળાગાળી કરી તુમ પોલીસવાલે હો તો કિયા હું, મુજે સુરજ કે સાથે કોઇ સંબંધ નહીં હે એમ કહી હે. કો સુનીલનો કોલર પકડી લીધો હતો. પોલીસે મુરારીને ડિટેઇન કરી પોલીસ સ્ટેશન લઇ જવા પગથિયા ઉતરી રહી હતી ત્યારે સંતોષ રામબલી પટેલ (ઉ.વ. 36) એ દરવાજાને બહારથી તાળું મારી પીએસઆઇ ચૌહાણ અને સાગરને ગોંધી દીધા હતા અને મોટા અવાજે ગાળો આપી હતી.

જેને પગલે પીએસઆઇ ચૌહાણે પોલીસ સ્ટેશનમાં જાણ કરતા હે. કો. દિગ્વિજયસિંહ, દિગ્બંર પુંડલીક, પો.કો. હરેશ જેશીંગભાઇ, સિધ્ધાર્થસિંહ, રાજેશ તુકારામ સહિતનો સ્ટાફ ઘસી આવી સંતોષને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સંતોષે પો.કો. હરેશનો શર્ટનો કોલર પકડી ફેંટ મારી દીધી હતી. જેથી પોલીસે બળપ્રયોગ કરી સંતોષ પાસેથી ચાવી લઇ દરવાજો ખોલ્યો હતો. આ અરસામાં ઓમપ્રકાશ રામનયન સીંગ (ઉ.વ. 42) ઘસી આવ્યો હતો અને પીએસઆઇ ચૌહાણને પાછળથી બાથમાં લઇ પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે છેવટે પોલીસે બળપ્રયોગ કરી ત્રણેય જણાને પોલીસ સ્ટેશન લઇ જઇ ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *