બનાસકાંઠા ના પાલનપુર ડી.આઈ.એલ.આર. કચેરીના બે સરકારી લાઇસન્સ સર્વેયર 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. પાલનપુર એસીબીની ટીમે ભાવેશ પાતાણી અને રામભાઈ ચૌધરીને 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
ફરિયાદીની ખેતીની જમીન પ્રમોલગેશન થતાં તેના ક્ષેત્રફળમાં ફેરફાર થતાં તે સુધારો કરવા અને જમીન માપણી કરવા એક લાખ રૂપિયાની લાંચ માગી હતી. પાલનપુર ACBની ટીમે બંને લંચિયા સરકારી લાઇસન્સ સર્વેયરને ચંડીસર વિવાંસ સર્વેયરની ઓફિસમાં 1 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. પાલનપુર ACBની ટીમે બંને લાંચિયા સર્વેયરોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય ACBને ફરિયાદ કરી
આ લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ના હોય, જેથી ફરીયાદીએ પાલનપુર એ.સી.બીનો સંપર્ક કરી ફરીયાદ આપતા તેમની ફરિયાદના આધારે પાલનપુર એસીબીની ટીમના પીઆઈ એન.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફે વિવાંશ સર્વેયર ઓફિસ, ધોળેશ્વર મહાદેવની સામે, ચંડીસર, તા.પાલનપુર, જિ.બનાસકાંઠા ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના ભાવેશકુમાર દલપતભાઈ પાતાણી, હોદ્દો-સરકારી લાઇસન્સ સર્વેયર, ડી.આઈ.એલ.આર. કચેરી, પાલનપુરનાઓએ ફરિયાદી સાથે સ્થળ ઉપર વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હોય જેઓને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધા હતા.