છેલ્લા એક મહિનામાં ઘણા પાકિસ્તાની સેલેબ્સના પ્રાઈવેટ વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયા છે. હવે આ લિસ્ટમાં વધુ એક નામ જોડાયું છે. આ વખતે પાકિસ્તાની ટેલિવિઝન હોસ્ટ, એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા સ્ટાર મથિરા મોહમ્મદ તેનો શિકાર બની છે.
ઈન્ટરનેટ પર પ્રાઈવેટ વીડિયો વાયરલ થયા બાદ આ મામલે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે. મથિરાનું કહેવું છે કે જે તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે તે નકલી છે.
1 મહિનામાં ત્રણ સેલિબ્રિટી બની શિકાર
મથિરા પહેલા, તાજેતરમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર મિનાહિલ મલિકનો એક આપત્તિજનક વીડિયો ઓનલાઈન લીક થયો હતો. આ સિવાય ઈન્ફ્લુઅન્સર ઈમ્શા રહમાન પણ ઓનલાઈન લીકનો શિકાર બની હતી અને તેને ટ્રોલિંગના કારણે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવાની ફરજ પડી હતી. સોશિયલ મીડિયા પર ઈમ્શાની ખૂબ ટીકા થઈ હતી.
પરંતુ ઓનલાઈન લીકનો આ સિલસિલો અટક્યો ન હતો અને હવે પાકિસ્તાની ઝિમ્બાબ્વેની એક્ટ્રેસ, મોડલ, હોસ્ટ અને ઈન્ફ્લુઅન્સર મથિરા તેનો શિકાર બની ગઈ છે. મથિરા ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. તેણે ભારતીય પંજાબી ફિલ્મ યંગ મલંગમાં પણ કામ કર્યું છે.
મથિરાએ શું કહ્યું?
પાકિસ્તાની મીડિયામાં ચાલી રહેલા સમાચારોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મથિરાના ઘણા પ્રાઈવેટ વીડિયો ઓનલાઈન લીક થઈ ગયા છે. મથિરાએ એક્સ (પ્રથમ ટ્વિટર) પર આ બાબતે પ્રતિક્રિયા આપી હતી. તેને વીડિયોને ફેક ગણાવ્યો અને કહ્યું કે “લોકો મારા નામ અને મારા ફોટોશૂટની તસવીરોનો દુરુપયોગ કરી રહ્યા છે અને તેમાં ફેક વસ્તુઓનો સમાવેશ કરી રહ્યાં છે. મહેરબાની કરીને શરમ અનુભવો. મને આ બકવાસથી દૂર રાખો.