પાકિસ્તાન: ઇસ્લામાબાદ, કરાચી સહિતનાં શહેરોમાં અંધારપટ

0

[ad_1]

  • મોંઘવારી વચ્ચે નેશનલ ગ્રિડમાં 3 મહિનામાં બ્રેકડાઉન
  • કરાચીના 90 ટકા હિસ્સામાં વીજળી ગુલ, સિંધમાં અસર
  • પાકિસ્તાન પર એક પછી એક સંકટ આવી રહ્યા છે

પાકિસ્તાન પર એક પછી એક સંકટ આવી રહ્યા છે. ગંભીર આર્થિક સંકટ અને મોંઘવારીની સમસ્યાનો સામનો કરી રહેલા પાડોશી દેશ પર હવે એક નવી મુસીબત આવી છે. પાકિસ્તાનમાં સોમવારે પાવર સિસ્ટમ ફેલ થઇ જતાં ઇસ્લામાબાદ, લાહોર અને કરાચી સહિતના મોટા શહેરોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. પાકિસ્તાનમાં નેશનલ ગ્રિડમાં આ ત્રણ મહિનામાં બીજું મોટું બ્રેકડાઉન છે. કરાચી શહેરના લગભગ 90 ટકા હિસ્સામાં એટલે કે લગભગ આખા કરાચી શહેરમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.

લાહોર અને પેશાવરમાં ગંભીર વીજસંકટ

પાકિસ્તાનના ઊર્જા મંત્રાલયે કહ્યું છે કે સોમવારે સવારે સાડાસાત વાગ્યાથી પાકિસ્તાનની નેશનલ ગ્રિડની સિસ્ટમ ફ્રિક્વન્સી ફેલ થઇ હતી, જેના કારણે દેશભરમાં પાવર સિસ્ટમને અસર થતાં વીજળી ગુલ થઇ છે. પાવર સિસ્ટમનું રિપેરિંગ ચાલી રહ્યું છે. સિંધ પ્રાંતમાં જામશોરો અને દાદુ શહેરો વચ્ચે ગ્રિડમાં વોલ્ટેજ ફ્લક્ચ્યુએશનને કારણે વીજ પુરવઠો ખોરવાતાં ફેક્ટરીઓ, હોસ્પિટલો અને સ્કૂલોએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ઇસ્લામાબાદ, લાહોર અને પેશાવરમાં પણ આવી જ સ્થિતિ હતી. મીડિયાના જણાવ્યાનુસાર બલૂચિસ્તાનમાં વીજળી સપ્લાય કરતી તમામ ટ્રાન્સમિશન લાઇનો ટ્રિપ થઇ ગઇ છે. પાકિસ્તાનના વીજ વિભાગના એક અધિકારીએ કહ્યું કે દેશના ઘણા ભાગોમાં વીજળી ગુલ થયાના અહેવાલ છે. ક્વેટા ઇલેક્ટ્રિક સપ્લાય કંપનીના જણાવ્યાનુસાર ગુડ્ડૂથી ક્વેટા જતી બે ટ્રાન્સમિશન લાઇન ટ્રિપ થઇ. ક્વેટા સહિત બલૂચિસ્તાનના 22 જિલ્લામાં વીજળી નથી. લાહોરના ઘણા વિસ્તારોમાં પણ વીજળી ગુલ થયાના અહેવાલ છે. રાજધાની ઇસ્લામાબાદમાં 117 ગ્રિડ સ્ટેશન વીજળી વગરના છે. પેશાવરમાં પણ વીજળી ગુલ થઇ હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન હાલ ગંભીર આર્થિક સંકટનો પણ સામનો કરી રહ્યું છે. તેની પાસે ફક્ત 4 અબજ ડોલરનો વિદેશી હૂંડિયામણ ભંડાર બચ્યો છે. ફેક્ટરીઓ, હોસ્પિટલો અને સ્કૂલોને પણ ભારે હાલાકી પડી છે. કરાચીમાં અંધારપટ સમયે દુકાનદારો આ રીતે અંધારામાં બેઠા હતા. કોઈ ઘરાકી પણ જોવા મળી નહોતી. લોકોમાં સરકાર સામે ઘણો જ આક્રોશ જોવા મળતો હતો.

ગત ઓક્ટોબરમાં પણ પાવર ગ્રિડ સિસ્ટમ બગડી હતી

પાકિસ્તાનમાં ગત વર્ષે ઓક્ટોબરમાં પણ પાવર ગ્રિડ સિસ્ટમમાં મોટાપાયે ખરાબી સર્જાઇ હતી, જેના કારણે ભારે વીજસંકટ ઊભું થયું હતું. આ દરમિયાન પાકિસ્તાનના ઘણા ભાગોમાં 12 કલાક સુધી વીજળી નહોતી. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 2021માં પણ અંધારપટની સ્થિતિ સર્જાઇ હતી અને બીજા દિવસે વીજ પુરવઠો પૂર્વવત્ થયો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *