IMF પાસેથી લોન અપાવવા માટે પાક.ની અમેરિકાને આજીજી

0

[ad_1]

  • વધતી આર્થિક આફત વચ્ચે પાકિસ્તાને ફરીવાર અમેરિકા સામે હાથ લંબાવ્યો
  • આઇએમએફ હજુ સુધી લોન માટે પોતાની શરતોને વળગેલું છે
  • જ્યારે બીજી તરફ પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર સતત ઘટી રહ્યો

વધતી આર્થિક આફત વચ્ચે પાકિસ્તાને ફરીવાર અમેરિકા સામે હાથ લંબાવ્યો છે. પાકિસ્તાને અમેરિકન અધિકારીઓને વિનંતી કરી છે કે તે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળને પાકિસ્તાનને તરત જ લોન આપવા માટે મનાવે. આઇએમએફ હજુ સુધી લોન માટે પોતાની શરતોને વળગેલું છે. જ્યારે બીજી તરફ પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર સતત ઘટી રહ્યો છે. ગુરુવારે નિષ્ણાતોએ અનુમાન વ્યક્ત કર્યુ હતું કે હવે પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં માત્ર 3.7 અબજ ડૉલરની રકમ બચી છે. તેમણે ધ્યાન અપાવ્યુ હતું કે વિદેશી મુદ્રા ભંડાર 1.8 અબજ ડૉલર જેટલો નીચે આવ્યો ત્યારે શ્રીલંકાએ પોતાને ડિફોલ્ટર જાહેર કર્યું હતું. પાકિસ્તાનના નાણાપ્રધાન ઇશહાક ડારે અહીં આવેલા અમેરિકાના નાયબ નાણાપ્રધાન રોબર્ટ કેપરોથને વિનંતી કરી હતી. કેપરોઝ અમેરિકન નાણાં મંત્રાલયમાં દક્ષિણ એશિયા સંબંધિત મામલાના પ્રભારી છે. ડારે તેમની સમક્ષ આઇએમએફમાં અમેરિકાના વિશેષ પ્રભાવનો ઉપયોગ કરવાની વિનંતી કરી છે. એમ મનાઇ રહ્યું છે કે પાકિસ્તાનમાં પેદા થઇ રહેલી કટોકટીની સ્થિતિ જોતા અમેરિકાએ પહેલ કરી છે. ગુરુવારે રાત્રે સમાચાર આવ્યા હતા કે આઇએમએફએ પાકિસ્તાનની સ્થિતિની સમીક્ષા કરવા માટે પોતાની ટીમ મોકલવા રાજી થઇ ગયું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *