બોટાદની માર્ગ-મકાન પેટા વિભાગ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા
દબાણકર્તાઓને ૭ દિવસનો અપાયેલો સમય ઃ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ માર્ગ-મકાન વિભાગ દ્વારા દબાણ દૂર કરવામાં આવશે
બોટાદ: બોટાદ ખાતે આવેલી માર્ગ અને મકાન પેટા વિભાગ કચેરીના હસ્તકના બોટાદ તાલુકા સેકશન હેઠળ આવેલ સ્ટેટ હાઈ-વે, મુખ્ય જિલ્લા રોડ તથા વિલેજ રોડને લગત ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવા માટે માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા દબાણકર્તાઓને આદેશ કરવામાં આવ્યો છે. આ માટે દબાણકર્તાઓને ૭ દિવસનો સમય અપાયો છે. સમયમર્યાદા પૂર્ણ થયા બાદ માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા દૂર કરવામાં આવશે.