કોવિડ સારવારના ક્લેમમાં કપાત કરેલી રકમ પરત ચૂકવવા આદેશ

0

[ad_1]

  • ઓરિએન્ટલ ઇન્સોરન્સ કંપનીને દંડ ફટકારવામાં આવ્યો
  • વીમા કંપનીને 50 હજારથી વધુની રકમ 9 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા આદેશ
  • ફરિયાદીને માનસિક ત્રાસ વેઠવો પડયો તે બદલ રૂ. 2500 ચુકવવા હુકમ કરાયો

કોરોનાની સારવારના પૂરતા ક્લેઈમ ચુકવવામાં વીમા કંપનીઓ આનાકાની કરી રહી છે, જેના કારણે ગ્રાહકોને પરેશાની વેઠવી પડી રહી છે. આવા જ એક કિસ્સામાં ગ્રાહક કોર્ટે ધી ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિ.ને દંડ ફટકારતો હુકમ કર્યો છે, વીમા કંપનીને 50 હજારથી વધુની રકમ 9 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા આદેશ કરાયો છે, આ ઉપરાંત ફરિયાદીને માનસિક ત્રાસ વેઠવો પડયો તે બદલ રૂ. 2500 ચુકવવા હુકમ કરાયો છે.

ગાંધીનગર ખાતે રહેતા મનન નામના અરજદારને કોરોનાના લક્ષણો દેખાતા તા. 22-10-2020ના રોજ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો, ગાંધીનગરની આશ્કા હોસ્પિટલમાં ઈન્ડોર દર્દી તરીકે 22થી 29 ઓક્ટોબર સુધી એટલે કે અઠવાડિયા સુધી સારવાર લીધી હતી, જે પેટે 1.82 લાખથી વધુનો ખર્ચ થયો હતો, જોકે વીમા કંપનીએ 1.31 લાખ ચુકવ્યા હતા અને 51 હજારથી વધુની કપાત કરી હતી, વીમા કંપનીએ બચાવ કર્યો હતો કે, રિઝનેબલી અને કસ્ટમરી પ્રમાણે કપાત કરી છે, જે યોગ્ય છે. ઈરડાની ગાઈડલાઈનને અનુસરવામાં આવી છે. તમામ દલીલોને અંતે કોર્ટે ઉપરોક્ત હુકમ કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, વીમા કંપનીએ ફરિયાદી સાથે કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ કર્યો છે, કંપનીએ સેવામાં ખામી અને બેદરકારી દર્શાવી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *