ગુજરાત સરકારમાં વર્ગ-2 અને વર્ગ-3ના 35 SO-DYSOના બદલીના આદેશ

0

[ad_1]

  • સરકારે પરિપત્ર જાહેર કરી આપ્યા બદલીના આદેશ
  • સામાન્ય વહીવટ વિભાગમાં અધિકારીઓની બદલી
  • ચૂંટણી અને અંદાજપત્રની કામગીરી પૂર્ણ થતા બદલીઓ કરાઈ

ગુજરાત સરકાર દ્વારા સામાન્ય વહીવટ વિભાગમાં મોટા પાયે બદલીના આદેશો આપવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા જુદા જુદા ત્રણ પત્રિપત્રો જાહેર કરીને વર્ગ-2 અને વર્ગ-3ના અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સચિવાલય સામાન્ય સંવર્ગ પર સેકશન અધિકારી વર્ગ-2 તરીકે ફરજ બજાવતા 3 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં, નીતિન બાબુભાઇ પરમાર, એ. એમ. પરમાર, અને પિયુ મહેતાની બદલી કરવામાં આવી છે. તો સાથે સાથે, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ની કામગીરી પૂર્ણ થતાં 4 સેકશન અધિકારી વર્ગ-2ની સામાન્ય વહીવટ વિભાગ (ચુંટણી પ્રભાગ)માંથી બદલી કરવામાં આવી છે. જેમાં, પરીક્ષિત દેસાઇ, પી. આર. વાઘેલા, ઉમેશકુમાર પટેલ, ઋત્વિજ સોનાગરાની બદલી કરવામાં આવી છે.

તો બીજી બાજુ, વર્ષ 2023-24ના અંદાજપત્રની કામગીરી માટે સચિવાલય સામાન્ય સંવર્ગ પર સેકશન અધિકારી વર્ગ-2 તરીકે ફરજ બજાવતા અધિકારીઓની સેવ પ્રતિનિયુક્તિના ધોરણે જુદા જુદા વિભાગ અને કચેરીઓમાં કરવામાં આવી છે.

સામાન્ય વહીવટ વિભાગ સચિવાલય ગાંધીનગર ખાતેથી પણ નાયબ સેકશન અધિકારીઓ વર્ગ-3ની બદલી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ની કામગીરી પૂર્ણ થતાં સામાન્ય વહીવટ વિભાગ (ચૂંટણી પ્રભાગ) ખાતેથી 5 નાયબ સેકશન અધિકારી વર્ગ-3ની તાત્કાલિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં, રવિ ગોસ્વામી, સચિનકુમાર સુમરા, પુષ્પમ દેસાઈ, આર.ડી. પટેલ, શૈલેશકુમાર કનારાની બદલીઓ કરવામાં આવી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *