– ના.કમિશનર માટે નવી કાર લેવા, ચીફ ઓડિટરનો 6 માસ માટે કરાર લંબાવવા સહિતના ઠરાવ રજૂ થશે
– શહેરમાં રખડતા શ્વાનોના વધી રહેલા આતંક અને લીઝપટ્ટામાં એકને ખોળ, બીજાને ગોળની બેધારી નીતિ સહિતના મુદ્દાઓ ઉપર કોંગ્રેસના સભ્યો ધબધબાટી બોલાવશે
ભાવનગર : ભાવનગર મ્યુનિસિપાલિટીની આવતીકાલે મળનારી સાધારણ સભા તોફાની બનવાના પૂરા સંકેતો મળી રહ્યો છે. શહેરમાં રખડતા શ્વાનોના વધી રહેલા આતંક, લીઝપટ્ટામાં એકને ખોળ, બીજાને ગોળની બેધારી નીતિ સહિતના પ્રશ્ને વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ સત્તાધારી ભાજપ અને મ્યુનિ.ના અધિકારીઓને ભીડવવા તૈયારી કરી રાખી છે.