અદાણી જૂથમાં કુલ AUMનું 0.97 ટકા જ એક્સ્પોઝરઃ LIC

0


  • ઇન્શ્યોરન્સ કંપનીના જણાવ્યા મુજબ અદાણી જૂથમાં રોકાણ બમણું બન્યું છે
  • અદાણી જૂથ શેર્સમાં કંપનીએ છેલ્લા ઘણા વર્ષોથી ખરીદી કરી છે
  • અદાણી જૂથમાં રોકાણ લગભગ બમણી વૃદ્ધિ દર્શાવી રહ્યું છે

દેશમાં સૌથી મોટી જીવન વીમા કંપની લાઈફ્ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ્ ઈન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું કે અદાણી જૂથ કંપનીઓમાં તેનું એક્સ્પોઝર તેની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ(એયુએમ)ના 1 ટકાથી પણ નીચું છે. એટલે કે કંપની રૂ. 100ના કુલ રોકાણમાંથી માત્ર રૂ. 0.97નું એક્સ્પોઝર જ ધરાવે છે.

એલઆઈસીએ એક યાદીમાં જણાવ્યા મુજબ અદાણી જૂથ શેર્સમાં કંપનીએ છેલ્લા ઘણા વર્ષોથી ખરીદી કરી છે. જેનું કુલ મૂલ્ય રૂ. 30,127 કરોડ થવા જાય છે. જે 27 જાન્યુઆરી, 2023ના બંધ ભાવે રૂ. 56,142 કરોડનું મૂલ્ય ધરાવતું હતું. આમ કંપનીનું અદાણી જૂથમાં રોકાણ લગભગ બમણી વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. કંપનીએ આ સ્પષ્ટતા યુએસ સ્થિત શોર્ટ-સેલર હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી જૂથના શેર્સમાં જોવા મળેલા તીવ્ર ઘટાડાને પગલે કરી હતી. 31 ડિસેમ્બર 2022ના રોજ એલઆઈસી ઈક્વિટી અને ડેટ હેઠળ કુલ રૂ. 35,917.31 કરોડનું હોલ્ડિંગ ધરાવતી હતી. છેલ્લા કેટલાંક વર્ષોમાં અદાણી જૂથ કંપનીઓ શેર્સમાં રોકાણમાં તેણે કુલ રૂ. 30,127 કરોડનું રોકાણ કર્યું હતું. જ્યારે અદાણી ગ્રૂપમાં સોમવાર સુધીમાં કુલ રોકાણ રૂ. 36,474.78 કરોડ થવા જાય છે. આ રોકાણ છેલ્લા કેટલાંક વર્ષોમાં પથરાયેલું છે. ઉપરાંત એલઆઈસી પાસે રહેલી અદાણી જૂથની ડેટ સિક્યુરિટીઝનું રેટિંગ એએ અને તેની ઉપર છે. જે ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાઈના ઈન્વેસ્ટમેન્ટ રેગ્યુલેશન્સનું પાલન કરે છે એમ પણ કંપનીએ જણાવ્યું છે. કંપનીનું અદાણી જૂથમાં એક્સ્પોઝર તેના કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટના માત્ર 0.975 ટકા જેટલું જ છે. તેમજ અદાણીની તમામ ડેટ સિક્યુરિટીઝનું રેટિંગ ડબલ એ અને તેની ઉપરનું છે. આમ તે તમામ વીમા નિયમનકારની માર્ગદર્શિકાઓનું પાલન કરે છે.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *