8.50 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ

0

[ad_1]

મિત્રતાના સંબંધમાં આપેલા નાણાંના પેમેન્ટના ચેક રીટર્ન થયા હતા ઃ આરોપી ગેરહાજર રહેતા બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ થયું

Updated: Jan 27th, 2023


સુરત

 મિત્રતાના સંબંધમાં આપેલા નાણાંના પેમેન્ટના ચેક રીટર્ન થયા હતા ઃ આરોપી ગેરહાજર રહેતા બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ થયું

ચારેક
વર્ષ પહેલાં હાથ ઉછીના આપેલા
8.50 લાખના લેણાંના પેમેન્ટ પેટે લખી આપેલા ત્રણ ચેક રીટર્નના કેસોમાં
સંડોવાયેલા આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ વિજયકુમાર બી.બારોટે
દોષી ઠેરવી એક વર્ષની કેદની સજા કરી છે.

અઠવાલાઈન્સ
વિસ્તારમાં આસોપાલવ સ્ટ્રીટ ખાતે રહેતા ફરિયાદી કેતન મુકેશ અંત્રોલીયાએ મિત્રતાના
સંબંધના નાતે વર્ષ-
2018-19 દરમિયાન આરોપી જાગૃત્ત પીનાકીન જાની(રે.શપથ રંગરાગ રેસીડેન્સી,જહાંગીરપુરા)ને ધંધાકીય હેતુ માટે રૃ.8.50 લાખ હાથ
ઉછીના આપ્યા હતા.જે લેણાંના પેમેન્ટ પેટે આરોપીએ ફરિયાદીને પ્રોમીસરી નોટ લખી આપીન
અલગ અલગ ત્રણ ચેક લખી આપ્યા હતા.જે ચેકને મે-
2021માં રીટર્ન
થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી. કોર્ટ આરોપીને કેદ
, ફરિયાદીને
ચેક રીટર્ન થયાની તારીખથી વાર્ષિક
9 ટકાના વ્યાજ સહિત લેણી
રકમ ન ચુકવે તો વધુ છ માસની કેદની સજા ફટકારી ગેરહાજર રહેનાર આરોપી વિરુધ્ધ
બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ કરવા હુકમ કર્યો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *